અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વરેણ્યમ્ યુથ ગૃપ યુવા પ્રકોષ્ઠ વડોદરા ગુજરાત દ્વારા ગણેશોત્સવ દરમિયાન વિવિધ પડાલોમા ઘરોમાં સ્થાપિત વિધ્નહર્તા ગણેશજીના આગમનનુ ભવ્ય સ્વાગત કરતા શ્રધ્ધા ભાવ સાથે ગણેશજીના રિધ્ધિ સિધ્ધિ સાથે ઉપાસના અને સાથે સાથે વિશ્વ કલ્યાણની પ્રાર્થનાના લક્ષ્ય ને સાર્થક કરતા પુરા દસ દિવસ સુધી સતત પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત ઈકો ફ્રેન્ડલી મુર્તિ દ્વારા પર્યાવરણ કેવી રીતે બચાવી શકાય.
પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓનુ જળ મા વિસર્જન કરવામાં જળાશયો, નદી તળાવ અને સમુદ્ર મા પ્રદુષણ થી નુકસાન સહન કરવું પડેછે અને જળચર પ્રાણીઓ ના મૃત્યુ થાય છે અલગ અલગ સ્થાનો પર માટી થી બનાવેલી મુર્તિ ઓ ના લાભા લાભ ફાયદાઓ ની જાણકારી આપવામાં આવી, સાથે સાથે વ્યસનમુક્તિ અભિયાન ને વેગ આપતા સેંકડો યુવાનો દ્વારા વ્યસનમુક્ત થવા ના સંકલ્પ ધારણ કરવામા આવી રહ્યા છે
Reporter: admin