રાજકોટ : એન્ટીકરપ્શન બ્યુરોએ વધુ એક ફરિયાદ દાખલ કરી સાગઠીયા સાથે સંકળાયેલ ત્રણ સ્થળોએ પાડ્યા દરોડા પાડ્યા છે.સાગઠીયા પાસેથી 10 કરોડ 55 લાખની અપ્રમાણસર મિલકત મળી આવી છે.સાગઠીયા ની આવક કરતા 410% સંપત્તિ વધુ મળી આવતા એસીબીએ ગાળિયો કસ્યો છે. સાગઠીયાના ભાઈની રાજકોટ ખાતેની આવેલી ઓફિસ ઉપર પણ દરોડા પાડવામાં આવ્યા છે.
રાજકોટમાં સાગઠીયાની ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદમાં અદાણી શાંતીગ્રામ માં બંગલો મળી આવ્યો આવ્યો છે . સાગઠીયા ના વતનમાં પણ એસીબી ની તપાસ હાથ ધરાઈ છે.
એસીબીના ડાયરેક્ટર સમશેરસિંગના માર્ગદર્શન હેઠળ જોઈન્ટડાયરેક્ટર બીપીન આહિરે સહિતનો સ્ટાફ ત્રાટકયો સાગઠીયા પાસેથી કરોડોની મિલકત મળી આવતા ચકચાર મચી છે.
Reporter: News Plus