News Portal...

Breaking News :

વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રોગ અટકાયત કામગીરી પૂરજોશમાં

2024-08-30 18:08:05
વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રોગ અટકાયત કામગીરી પૂરજોશમાં


વડોદરા જિલ્લામાં પૂરના પાણી ઓસરતા હવે જનજીવન સામાન્ય થવા લાગ્યું છે, ત્યારે જિલ્લા પંચાયતના આરોગ્ય તંત્ર દ્વારા રોગ અટકાયત કામગીરી પણ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. 


ગુરુવારના રોજ રોગ અટકાયત કામગીરીમાં કુલ ૨૩૯ ગામમાં સર્વેલન્સ કરવામાં આવ્યું હતું.જેમાં ૧.૩૫ લાખ કરતા પણ વધારે લોકોને આવરી લેવામાં આવ્યા છે.આ સર્વે દરમિયાન ક્લોરીનેશન ચકાસણી કરતા આર.સી. ટેસ્ટ કુલ ૧૫૦૦ પોઝીટીવ આવ્યા છે, જ્યારે નેગેટીવ આવ્યા હોય તેમાં પોટ કલોરીનેશનની કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત વાહક જન્ય રોગ અટકાયતના ભાગરૂપે પોરાનાશક કામગીરી પણ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.વડોદરા જિલ્લામાં સર્વેલન્સ દરમિયાન તાવના ૧૬૬, ઝાડના ૪૩, શરદી-ખાંસીના ૬૧૩ કેસ મળી આવતા દર્દીઓને સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી. 


આ સાથે જ ભારે વરસાદ અને સંભવિત પૂરની પરિસ્થિતિને ધ્યાને લઈને જિલ્લામાં તા. ૨૫ ઓગસ્ટથી અત્યાર સુધીમાં કુલ ૬૫ સગર્ભા બહેનોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવી હતી.જેમાંથી ૩૭ બહેનોની સલામત સુવાવડ થઈ છે. હેલ્થ સર્વેલન્સની આ કામગીરીમાં કુલ ૪૫૦ જેટલો પેરા મેડીકલ સ્ટાફ જોડાયો છે. વડોદરા જિલ્લામાં કુલ ૪૨ મેડીકલ ઓફિસર, ૨૧ આર.બી.એસ.કે ટીમ તેમજ રાજ્ય સરકારમાંથી પ્રતિનિયુકિત પર સુરત અને ભાવનગર ઝોનમાંથી મોકલેલી ૧૦ આરોગ્યની ટીમ દ્વારા ૭૨ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેનો ૩૭૮૯ નાગરિકોએ લાભ લીધો છે. આ સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાં આઉટરીચ ઓ.પી.ડી., એન્ટિલારવા, ડસ્ટિંગ વગેરે જેવી આરોગ્યલક્ષી કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

Reporter: admin

Related Post