News Portal...

Breaking News :

વડોદરાના શહેરીજનો માટે 1200 કરોડનો વિશ્વામિત્રિ નદીનો રિડેવલોપમેન્ટ પ્લાન મુખ્યમંત્રી અને ગૃહ ર

2024-08-30 17:52:39
વડોદરાના શહેરીજનો માટે 1200 કરોડનો વિશ્વામિત્રિ નદીનો રિડેવલોપમેન્ટ પ્લાન મુખ્યમંત્રી અને ગૃહ ર


ગત રોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ અને ગૃહ રાજ્ય પ્રભારી મંત્રી   હર્ષ સંઘવીજી એ વડોદરાના નાગરિકો માટે જિલ્લા કલેકટર ખાતે વહીવટી તંત્ર  સાથે બેઠક કરી હતી  


બેઠક બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીજી એ પત્રકાર પરિષદ યોજી વડોદરા  માંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના  રિડેવલોપમેન્ટ  માટે  1200 કરોડ  ફાળવશે  તેમ  વાત  કરતા  ચૂંટાયેલા હોદેદારો અને શહેર  ભાજપના  પ્રમુખ  ડો વિજય શાહ  અને  ભાજપ  સંગઠન એ  મુખ્ય મંત્રી  અને  ગૃહ રાજ્ય મંત્રીનો  આભાર  માન્યો છે વડોદરા ખાતે ગત  રોજ રાજ્યના  મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ  પટેલ  તેમજ  ગૃહ  મંત્રી હર્ષ સંઘવી  પૂરગ્રસ્તોની મુલાકાત  લીધી  હતી  


ત્યાર બાદ  રાત્રે  8:00 વાગે કલેકટર કચેરી ખાતે સરકારી  તંત્ર  સાથે  બેઠક યોજી  હતી  જેમાં  ગૃહ મંત્રી  સાથે  રાજ્યના  દંડક  બાળુ ભાઈ  શુક્લ શહેર પ્રમુખ  ડો  વિજયભાઈ શાહ મેયર પિંકી સોની  ધારાસભ્યો યોગેશભાઈ પટેલ,મનીષા બેન વકીલ,કેયુરભાઈ રોકડીયા , ચૈતન્ય ભાઈ દેસાઈ ડે મેયર  સ્ટેન્ડિંગ કમિટી  ચેરમેન દંડક  પક્ષના  નેતા  સહિતના  આગેવાનો  ઉપસ્થિત  રહ્યા  હતા બેઠક  બાદ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ  સંઘવી એ પત્રકારને  સંબોધન  કર્યું  હતું  જેમાં  તેમણે  જણાવ્યું  હતું  કે  મુખ્યમંત્રી પાસે શહેરીજનો માટે વિશ્વામિત્રી રી ડેવલોપમેન્ટ માટેની પરવાનગી માંગવામાં આવી છે  અને વડોદરાના નાગરિકો માટે ગણતરીના સેકન્ડમાં મુખ્યમંત્રીએ પ્રોજેક્ટની સૈધાંતિક મંજૂરી આપી છે આ  પ્રોજેક્ટ  માટે મુખ્યમંત્રીએ  1200 કરોડની સૈધાંતિક મંજૂરી આપી છે અને આ કામગીરી માટે વહીવટી તંત્રને ગણતરીના દિવસોમાં પ્રોજેક્ટ પાછળ પડી જવા સૂચના આપી હોવાની  વાત  જણાવી હતી સાથે સરકારે વહેલી તકે પ્રોજેક્ટનો પ્લાન તંત્ર  પાસેથી  માંગ્યો છે  ત્યારે  વડોદરાના નાગરિકોની  ચિંતા  કરી  સંવેદનશીલ  સરકાર  એ  ગણતરીના  કલાકોમાં વિશ્વામિત્રી નદી   રિડેવલોપમેન્ટ માટે જે  કામગીરી  શરૂ  કરવા અંગે  1200 કરોડની સૈધાંતિક મંજૂરી આપી છે તેને  ચૂંટાયેલા  ધારાસભ્યો મેયર અને  શહેર અધ્યક્ષ  ડો  વિજયભાઈ  શાહએ  સરકારનો  આભાર  માન્યો  હતો  અને  સાથે  મુખ્યમંત્રી  અને ગૃહ રાજ્ય મંત્રીનો  આભાર વ્યક્ત કર્યો  છે

Reporter: admin

Related Post