News Portal...

Breaking News :

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વાર અને ગુજરાત ઝોનના નિર્દેશ અનુસાર આપદા રાહત કાર્ય

2024-08-30 10:28:46
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વાર અને ગુજરાત ઝોનના નિર્દેશ અનુસાર આપદા રાહત કાર્ય


વડોદરા શહેરમાં મુશળધાર વરસાદના કારણે ઘણા બધા વિસ્તારોમાં ઘરોની અંદર પાણી ભરાઈ ગયા હતા 


એવા ૮૦૦ થી પણ વધારે પુર પીડિતો ના ઘરે મસાલા ખીચડી થેપલા ડ્રાય નાસ્તાના પેકેટ,અથાણું છુદ્દો. બિસ્કીટ કેળા સુકો નાસ્તો ફરાળી ચેવડો વેફર બટાકા પૌવા વિગેરે રાહત સામગ્રી વિશ્વામિત્રી નદી તટે આવેલું મુજમહુડા હનુમાનજી મંદિર પાછળનુ ફળીયુ જ્યાં હજુ આજે પણ ઘરોમાં આઠ થી દસ ફૂટ પાણી ભરાઇલા છે ત્યાના યુવક મંડળના ભાઈ ઓ દ્વારા તરાપા મા રાહત સામગ્રી સાથે અમને બેસાડી ઘરે ઘરે રાહત સામગ્રી પહોંચાડવા મા આવી હતી મસાલા ખીચડી, વાહન, ડ્રાઈવર ની વ્યવસ્થા ગાયત્રી કેટરસ અમિતભાઈ પુરોહિત, દ્વારા કરવામાં આવી હતી. 


વરિષ્ઠ વડીલ રંજનભાઈ જોષી સંપૂર્ણ વ્યવસ્થા અને વિતરણમા ઉપસ્થિત રહી યુથ ગૃપ ને પ્રોત્સાહન અને પ્રેરણા પ્રદાન કરેલવિશેષ મા વડોદરા શહેર યુવા પ્રકોષ્ઠના સંવાહક સુરેખા બેન તલાટી. શહેર કન્વીનર રમેશભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની મિનાબેન નો સહયોગ સરાહનીય રહ્યોફુડ પેકેટ પેકીગ ની તૈયારી સુભાનપુરા શાખાના ભાઈ ઓ બેહનો એ કરી હતી સંપૂર્ણ વિતરણ વ્યવસ્થા હર્ષભાઈ તલાટી,દીયા રાજ,વરેણ્યમ્ યુથ ગૃપના નારાયણ ભાઈ પટેલ કાર્તિકભાઈ બારોટ, ઠાકોરભાઈ પટેલ, વૈશાલીબેન જોષી, મિનાબેન એચ પટેલ, મીનાબેન આર પટેલ બેહનો એ સંભાળી હતી થેપલા બિસ્કીટ, ડ્રાય નાસ્તો સુભાનપુરા શાખા નં ૯-૧૦  ની બેહનો લક્ષ્મી પુરા શાખા નં ૧૨ ની બેહનો દ્વારા પ્રાપ્ત થયો હતો વ્યવસ્થા બનાવી હજુ આગામી દિવસોમાં પણ આ કાર્ય આગળ ના દીવસમાં પણ ચાલુ રહેશે સૌ ના શ્રેષ્ઠ સરાહનીય સહયોગ બદલ વરેણ્યમ્ યુથ ગૃપ આપ સૌનો આભાર માને છે

Reporter: admin

Related Post