News Portal...

Breaking News :

બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમ વેલ માર્ક લો પ્રેશર બન્યું

2024-08-29 23:04:20
બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમ વેલ માર્ક લો પ્રેશર બન્યું


અમદાવાદ: બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમ ગુજરાતમાં આવતાં વધુ મજબૂત બનતા તારાજી સર્જાઈ છે. છેલ્લા ચાર-દિવસથી રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે. 


વાવાઝોડાની વાત કરવામાં આવે તો લો પ્રેશર બની તેમાંથી વેલ માર્ક લો પ્રેશર બન્યું છે. ત્યારબાદ ડિપ્રેશન બન્યું અને ડિપ્રેશન બની કચ્છ ઉપર સ્થિર છે અને તેણે ગુજરાતને ઘમરોળી નાખ્યું હતું. ત્યારે ડીપ ડિપ્રેશનને લઈને હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આ માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે, પૂર જેવી પરિસ્થિતિ થશે.આ વખતે જમીનમાં ભાગમાં થઈને ડીપ ડિપ્રેશન કચ્છના ભાગમાં થઈને આવતીકાલે દરિયાના ભાગોમાં જશે. 


જો ડીપ ડિપ્રેશનમાંથી વાવાઝોડું પરિવર્તિત થશે તો આ એવી ઘટના છે જે વાવાઝોડું જમીન પરથી સમુદ્ર તરફ જાય છે. સામાન્ય રીતે વાવાઝોડા દરિયા માંથી જમીનની ભાગોમાં આવતા હોય છે.’સામાન્ય રીતે વાવાઝોડા ઓક્ટોબર નવેમ્બર માસમાં બનતા હોય છે પરંતુ આ વાવાઝોડાનું ચોમાસામાં બનવાની શક્યતા છે. જો વાવાઝોડું બનશે તો તેની અસરના કારણે 80 થી 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. આ વાવાઝોડું ઓમાન તરફ જશે તો ત્યાં પણ ભારે વરસાદ થશે.

Reporter: admin

Related Post