ભુજ: ગુજરાતના મોટાભાગના વિસ્તારોને જળમગ્ન કરી જનારા વરસાદની પાછળ એક વિરલ કહી શકાય તેવી ભૌગોલિક પરિસ્થિતિ જવાબદાર હોવાનું સંશોધકોએ જણાવ્યું છે.
ચાલુ મહિનાની ૨૫મી તારીખે હવાના હળવા દબાણની જે પરિસ્થિતિ ઉભી થઇ તે જમીન ઉપર કેન્દ્રિત થયેલી ભૌગોલિક ઘટના છે અને આવી ઘટના છેલ્લા 400 વર્ષના ઇતિહાસમાં માત્ર 15 વખત જ બનવા પામી છે. સામાન્ય રીતે મોસમી સિસ્ટમ સમુદ્રમાં આકાર લેતી હોય છે પણ આ વખતે ઉભી થયેલી આ સિસ્ટમ જમીન પર ઉભી થયેલી ચક્રવાતી સિસ્ટમ છે.છેલ્લે આ પ્રકારની સિસ્ટમ છેક ઈ.સ 1976ના ગાળામાં નોંધાઈ હતી.
હવાના આ હળવા દબાણમાંથી લો પ્રેશર એરિયા અને ત્યારબાદ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈને અંતે ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરનાર આ સિસ્ટમમાં તેના માર્ગ એટલે કે બંગાળના અખાતથી શરૂ કરીને અરબી સમુદ્રની સમાંતરની જમીનો પર ખુબ જ ધીમી ગતિથી ચાલીને જમીન પર કેન્દ્રિત થયેલી આ સિસ્ટમે અરબી સમુદ્રમાંથી મોટા જથ્થામાં ભેજ સંગ્રહિત કર્યો હતો, જેને કારણે આવી સિસ્ટમથી થતા વરસાદ કરતાં 1000 ટકા જેટલો વધુ વરસાદ ગુજરાતમાં અને રાજસ્થાનના ભાગોમાં નોંધાયો છે અને આ સિસ્ટમની અસર હજુ પણ ચાલી રહી છે.
Reporter: admin