નવી દિલ્હી : NDA સરકારમાં કિંગમેકર JDU અને TDP વચ્ચે લોકસભા અધ્યક્ષ પદને લઈને મતભેદ હોવાનું જાણવા મળ્યું છે, ભાજપ ઈચ્છે છે કે લોકસભા સ્પીકર પદ પોતાની પાસે રહે. નીતિશ કુમાર ભાજપના આ નિર્ણય સાથે સહમત છે, પરંતુ ચંદ્રબાબુ નાયડુની પાર્ટી TDP ઈચ્છે છે કે NDA માં લોકસભા સ્પીકર પદ પર પહેલા ચર્ચા થવી જોઈએ, ત્યારબાદ ઉમેદવારનું નામ ફાઈનલ કરવામાં આવે.
TDP ના રાષ્ટ્રીય પ્રવક્તા પટ્ટાભી રામ કામરેડ્ડીએ કહ્યું કે NDA ના સહયોગીઓ સાથે બેસીને નક્કી કરશે કે સ્પીકર પદના ઉમેદવાર કોણ હશે. એકવાર સર્વસંમતી થઇ જાય, તે ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવશે પછી TDP સહિત તમામ સહયોગી પક્ષો તે ઉમેદવારને સમર્થન કરશે.
લોકસભા અધ્યક્ષની ચૂંટણી 26 જૂને યોજાવાની છે. ઉમેદવારનું નામ આગલા દિવસે બપોર સીધીમાં જાહેર કરવામાં આવશે. આ અંગે વિપક્ષી દળોનું કહેવું છે કે NDA ના સહયોગી પક્ષો પાસે લોકસભા ડેપ્યુટી સ્પીકરનું પદ હોવું જોઈએ. સુત્રોનું કહેવું છે કે જો આમ નહીં થાય તો INDI ગઠબંધન લોકસભાના ડેપ્યુટી સ્પીકર પદ માટે પોતાનો ઉમેદવાર ઉભો કરી શકે છે.
Reporter: News Plus