News Portal...

Breaking News :

ગોંડા નજીક ઝિલાહી રેલ્વે સ્ટેશન પાસે દિબ્રુગઢ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી

2024-07-18 17:25:00
ગોંડા નજીક ઝિલાહી રેલ્વે સ્ટેશન પાસે દિબ્રુગઢ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી


ઉત્તર પ્રદેશના ગોંડામાં ગુરુવારે એક ટ્રેન પાટા પરથી ખસી પડી છે. ચંદીગઢથી દિબ્રુગઢ જઈ રહેલી દિબ્રુગઢ એક્સપ્રેસના 10થી 12 કોચ પાટા પરથી ઉતરી પડ્યા હતા, જેમાં ચાર લોકોના મોત થયાના અહેવાલ છે. 


આ ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. દિબ્રુગઢ એક્સપ્રેસના એસી કોચની હાલત ખરાબ છે. ગોંડા નજીક ઝિલાહી રેલવે સ્ટેશન પાસે દિબ્રુગઢ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ છે. ટ્રેન પાટા પરથી ઉતરી જતાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો.લોકો ભયથી બૂમો પાડવા લાગ્યા હતાં. ટ્રેન ઉભી રહેતાં જ મુસાફરો બહાર આવી ગયા હતા. રેલ્વે વિભાગે ઘટનાના કારણની તપાસ શરૂ કરી છે.એસડીઆરએફની 3 ટીમ બચાવ કામગીરી માટે ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. ચાર લોકો ઘાયલ થવા હોવાના અહેવાલ મળ્યા છે. 


દિબ્રુગઢ એક્સપ્રેસ ટ્રેન માટે હેલ્પલાઈન નંબર 8957409292 અને  8957400965 જારી કરવામાં આવ્યો છે. મોટાભાગના મુસાફરો કોચમાંથી બહાર આવી ગયા છે. પરંતુ હજી તમામ કોચમાં તપાસ થઈ રહી છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ટ્રેન દુર્ઘટનાની નોંધ લેતાં અધિકારીઓને તુરંત ઘટનાસ્થળે પહોંચી ઝડપથી બચાવ કામગીરી શરૂ કરવા નિર્દેશ કર્યો છે. મુખ્યમંત્રીના નિર્દેશ પર ઘટનાસ્થળના આસપાસના વિસ્તારોમાં સ્થિત હોસ્પિટલો,સીએચસી,પીએચસીને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. ઘટના સ્થળે 15 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે.

Reporter:

Related Post