નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટેમાં આજે (18 જુલાઈ) NEET-UG 2024ની પરીક્ષામાં પેપર લીક અને ગેરરિતિ આક્ષેપ કરતી અરજીઓની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.જેમાં કોર્ટે NTAને NEET-UGના તમામ વિદ્યાર્થીઓના કેન્દ્ર અને શહેર મુજબના પરિણામો ઓનલાઈન અપલોડ કરવા કહ્યું છે.
આ ઉપરાંત કોર્ટે કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો પણ ઇનકાર કરી દીધો છે. હવે સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી 22મી જુલાઈએ થશે.UGC-NEET પરીક્ષા સાથે સબંધિત 40થી વધુ અરજીઓ પર સુપ્રીમ કોર્ટે સુનાવણી શરૂ કરી દીધી છે.આજે આ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ફરીવાર પરીક્ષાનું આયોજન કરાવવા પર એક શરત પણ રાખી છે. કોર્ટનું કહેવું છે કે,ઠોસ આધાર પર એ સાબિત થવું જરૂરી છે કે, મોટા સ્તર પર પરીક્ષા પ્રભાવિત થઈ છે. CJI ચંદ્રચૂડે કહ્યું કે,માત્ર એટલા માટે કે, 23 લાખમાંથી માત્ર 1 લાખને જ પ્રવેશ મળશે એ આધાર પર અમે ફરીવાર પરીક્ષાનું આયોજન કરાવવાનો આદેશ ન આપી શકીએ.
ફરીવાર પરીક્ષા એ ઠોસ આધાર પર થવી જોઈએ કે,આખી પરીક્ષા જ પ્રભાવિત થઈ છે.અરજદાર તરફથી હાજર રહેલા વકીલ નરેન્દ્ર હુડ્ડાએ CJIને કહ્યું કે, એ સાબિત થવું જોઈએ કે,પેપર લીક એટલું વ્યવસ્થિત હતું અને તેણે આખી પરીક્ષાને પ્રભાવિત કરી છે. સુનાવણી દરમિયાન કોર્ટે હુડ્ડાને દેશમાં મેડિકલ સીટ અંગે પૂછ્યું. તેના પર તેમણે કોર્ટને જણાવ્યું કે, સંખ્યા 1 લાખ 8 હજાર છે.આ સાથે જ તર્ક આપવામાં આવ્યો કે, જો ફરીવાર પરીક્ષાનું આયોજન કરવામાં આવે તો એવી સ્થિતિમાં 1 લાખ 8 હજાર રીટેસ્ટ હશે. 22 લાખ ક્વોલિફાય નહીં કરી શકશે. તેના પર CJIએ કહ્યું કે, શું થશે જો કોઈ કાયદેસર રીતે 1 લાખ 8 હજારમાં નહીં આવી શકે. હુડ્ડાએ જવાબ આપ્યો કે, આ તમામ 22 લાખ બીજી વખત એક તક ઈચ્છે છે. CJIનકહેવું છે કે, અમે માત્ર એટલા માટે બીજી વખત પરીક્ષાનો આદેશ ન આપી શકીએ કારણ કે, તેઓ ફરીવાર પેપર આપવા માગે છે.
Reporter: admin