News Portal...

Breaking News :

જંગી બહુમતી થી વિજેતા થવાનો ધર્મેન્દ્ર સિંહ વાઘેલા (બાપુ) નો વિશ્વાસ, કોંગ્રસના ક્ષત્રિય ઉમેદવારથી પરિણામ નહીં બદલાય

2024-04-16 12:10:52
જંગી બહુમતી થી વિજેતા થવાનો   ધર્મેન્દ્ર સિંહ વાઘેલા (બાપુ) નો વિશ્વાસ, કોંગ્રસના ક્ષત્રિય ઉમેદવારથી પરિણામ નહીં બદલાય

કોંગ્રેસના ક્ષત્રિય ઉમેદવારથી પરિણામ નહિ બદલાય લોકસભાની સાથે વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભાની પેટા ચુંટણી યોજવામાં આવી છે.અપક્ષ ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભારતીય જનતા પક્ષમાં   જોડાતા , તેમણે રાજીનામું આપ્યું હતું.તેના લીધે જરૂરી બનેલી ચુંટણીમાં ભાજપે એમને જ ટિકિટ આપી છે.

બાપુના નામે જાણીતા શ્રી વાઘેલાએ આજે માતાપિતાના આશીર્વાદ લઈ, કુળદેવી માતા,હનુમાનદાદા અને માડોધર મહાદેવજી ના દર્શન પૂજન કરીને ઉમેદવારી પત્ર ભરવા વાજતે ગાજતે મામલતદાર કચેરી,વાઘોડિયા તરફ પ્રયાણ કર્યું હતી.ખૂબ મોટી સંખ્યામાં ટેકેદારોનો કાફલો,વિવિધ વાહનોમાં તેમની સાથે રહ્યો હતો.ઉમેદવારી પત્ર ભરવાની સાથે તેમણે જીતનો આત્મવિશ્વાસ ભરેલું અને હરીફોના હૃદયમાં ફાળ  પડે એવું જબરું શક્તિ પ્રદર્શન કર્યું હતું. 

     યાદ રહે કે કોંગ્રેસે આ બેઠક માટે જૂના જોગી જેવા અને ધર્મેન્દ્રસિંહ ના વિસ્તારના ક્ષત્રિય આગેવાનને ઉમેદવારી આપી છે.ભાજપમાં થી પક્ષવટો પામેલા અને બે દાયકા કરતાં વધુ સમય સુધી આ બેઠક ના પ્રતિનિધિ મધુ શ્રીવાસ્તવે અત્રે થી ચુંટણી લડવાનો સંકલ્પ જાહેર કર્યો છે.એટલે ત્રિપાંખિયો જંગ આ બેઠક પર થવાના એંધાણ છે.

    શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભારે આત્મ વિશ્વાસ સાથે,એક લાખ કરતાં પણ વધુ જંગી મતોથી વિજયનો આત્મ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સામે કોંગ્રેસના ઉમેદવાર ક્ષત્રિય છે અને હાલમાં ક્ષત્રિયોમાં રૂપાલા મુદ્દે પાર્ટી તરફ રોષ છે એવા સવાલના જવાબમાં એમણે કહ્યું કે એ બાબત થી આ વિસ્તારમાં મતોનું ધ્રુવીકરણ થવાની કોઈ શક્યતા જ નથી.

  ભાજપની ડબલ એન્જિન સરકાર વિકાસની જબરદસ્ત તાકાત ધરાવે છે મતદારને ખબર છે કે વાઘોડિયા મત વિસ્તારના વિકાસ માટે કોને મત આપવો.

   કોંગ્રેસને મત આપવો એટલે મત બગાડવો એવું મતદારો સમજે છે.હું મારા વિસ્તારના ક્ષત્રિય સમાજની સાથે હંમેશા રહ્યો છું.પાયાના કામો કર્યા છે એટલે વિજય મારો જ થવાનો છે.

   તેમણે કહ્યું કે મધુભાઈ ને છેલ્લી ચુંટણીમાં ૧૪ હજાર મત મળ્યા.આ વખતે ૧૪૦૦ મત મળશે.ભલે તેઓ મેદાનમાં ઉતરતા.

  મતદારો મારી સાથે છે,ભાજપની સાથે છે એટલે વિજય મારો જ થવાનો છે

Reporter:

Related Post