ડભોઇ: તાલુકાના યાત્રાધામ કરનાળી ખાતે નર્મદા કિનારે આવેલું કુબેર દાદાના બુધવારે અમાસ હોય જેને લઈને શ્રદ્ધાળુ ભીડ જામી હતી.
ગુજરાત મહારાષ્ટ્ર અને દેશોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કુબેર દાદા ના દર્શન કરીને વિવિધ વસ્તુઓ ચડાવવામાં આવી હતી કૂબેર ભંડારી દાદાના દર્શન માટે ભીડ થઈ હતી. નર્મદા કિનારે પિતૃ તર્પણ અને મહંતનો સ્વચ્છતા પર આજ બુધવારી અમાસ નિમિત્તે ડભોઇ તાલુકાના કરનાળી સ્થિત કૂબેર ભંડારી દાદાના મંદિરે હજારો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડ્યા છે.
મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાંથી ભક્તો અહીં નર્મદા નદીના પવિત્ર કિનારે પિતૃ તર્પણ તેમજ પુણ્યકર્મ માટે આવે છે. મંદિરના મહંતે શ્રદ્ધાળુઓને મંદિર પરિસરમાં અને નર્મદા કિનારે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવા માટે અપીલ કરી છે. તેઓએ જણાવ્યું કે, આ પવિત્ર સ્થાનની સુંદરતા જાળવવી આપણા સૌની ફરજ છે. દર્શનાર્થીઓ નદીમાં કચરો ન ફેંકે અને સ્વચ્છતા નિમિત્તે જાગૃત રહેવા મહંત દ્વારા આગ્રહ કરવામાં આવ્યો છે.
Reporter: admin