News Portal...

Breaking News :

શાળાઓ સાથે ઉદ્ધત વર્તન ન કરવા શાળા સંચાલક મંડળની માંગ ફાયર સેફ્ટી બાબતે ઘમાસાણ...

2024-06-11 17:06:39
શાળાઓ સાથે ઉદ્ધત વર્તન ન કરવા શાળા સંચાલક મંડળની માંગ ફાયર સેફ્ટી બાબતે ઘમાસાણ...


રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના ગુજરાત માટે ખરેખર આંખ ખોલનારી બની છે.રાજ્ય સરકાર સફાળી જાગી છે.સરકારે તંત્રને ઊંઘમાં થી ઉઠાડ્યું છે.ઉપર થી નીચે સુધી જવાબ માંગવામાં આવી રહ્યા છે.


અગ્નિ સુરક્ષા વ્યવસ્થાઓ નું ચકોર નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.ફાયર એન.ઓ.સી છે કે નહિ,અગ્નિ શમનની કેવી વ્યવસ્થાઓ છે,પ્રવેશવા અને બહાર નીકળવાની જુદી વ્યવસ્થા છે કે નહિ તે અને વિવિધ પરવાનગીઓ ની તપાસ કરવામાં આવી રહી છે.રેલો લગભગ બધાના પગ તળે આવ્યો છે.સરકારી કચેરીઓ અને દવાખાનાઓ બાકાત નથી.શાળાઓ તપાસના દાયરામાં આવી છે.ત્યારે વડોદરાના શાળા સંચાલક મંડળે તપાસ કરનારાઓ ની જોહુકમી અને અપમાનજનક વર્તનનો મુદ્દો ઉઠાવ્યો છે.પાલિકાની ફાયર સહિતના વિભાગોની ટીમો દ્વારા હાલમાં વિવિધ શહેરી શાળાઓમાં અગ્નિ શમન સુરક્ષાની તળિયાઝાટક તપાસ કરાવવામાં આવી રહી છે.



ઉતાવળે વિવિધ દસ્તાવેજો માંગવામાં આવી રહ્યા છે.શાળા સંચાલક મંડળનું કહેવું છે કે અમે આ પ્રક્રિયામાં સહયોગ આપી રહ્યા છે.પરંતુ જરૂરી દસ્તાવેજો રજુ કરવા માટે ઉચિત સમય આપવાની જરૂર છે.તેના બદલે લાવ ઘોડો અને કાઢ વરઘોડો જેવી હાલત છે. ટીમો દ્વારા શાળાના જવાબદારો સાથે અણછાજતું અપમાનજનક વર્તન કરવામાં આવી રહ્યું છે જે સર્વથા અનુચિત છે.બાળ સુરક્ષા માટે હિતકારી વ્યવસ્થાઓ ગોઠવવા માં અમે સહયોગ આપી રહ્યા છે.પરંતુ વર્ષો સુધી નિષ્ક્રિય રહ્યા પછી એકાએક ઉતાવળ અને જોહુકમી ઉચિત નથી.આ બાબતમાં મંડળના પદાધિકારીઓ કલેકટર કચેરી ખાતે એકત્ર થયા હતા અને કલેકટરશ્રી ને આવેદન આપ્યું હતું

Reporter: News Plus

Related Post