News Portal...

Breaking News :

સરહદી રાજ્યોમાં ફેલાયેલું એક ખતરનાક જાસૂસી રેકેટ દિલ્હી પોલીસે પકડી પાડયું

2026-04-11 10:27:44
સરહદી રાજ્યોમાં ફેલાયેલું એક ખતરનાક જાસૂસી રેકેટ દિલ્હી પોલીસે પકડી પાડયું


દિલ્હી : દિલ્હી, પંજાબ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર જેવા રાજ્યોમાં ફેલાયેલું એક ખતરનાક જાસૂસી રેકેટ દિલ્હી પોલીસે પકડી પાડયું છે. 


દિલ્હી પોલીસના કહેવા પ્રમાણે જો આ રેકેટ સમયસર ઝડપાયું ન હોત તો દેશમાં અકલ્પનીય આતંકી હુમલા થયા હોત. આ ખતરનાક રેકેટ પાછળ આઈએસઆઈસનો હાથ હતો. પાકિસ્તાનમાં બેસીને આઈએસઆઈના નાપાક અધિકારીઓ સીસીટીવી ફૂટેજના આધારે ભારતીય લશ્કરની ગતિવિધિ પર નજર રાખતા હતા.દિલ્હી પોલીસે પાકિસ્તાનની નાપાક જાસૂસી એજન્સી આઈએસઆઈના ઈશારે ચાલતા એક ખતરનાક જાસૂસી રેકેટનો પર્દાફાશ કર્યો છે. દરોડા પાડીને પોલીસે સોલર પાવરથી ચાલતા કેમેરાનું નેટવર્ક ઝડપી લીધું છે. એ કેમેરાની લાઈવ ફીડ પાકિસ્તાનમાં આઈએસઆઈની ઓફિસમાં જતી હતી. દેશના સંવેદનશીલ વિસ્તારોમાં કેમેરા લગાવાયા હતા. ત્યાંથી સૈન્યની ગતિવિધિ પર નજર રાખવામાં આવતી હતી. 


કપૂરથલા, જલંધર, પઠાણકોટ, પટિયાલા, મોગા જેવા પંજાબના સ્થળો પરથી સીસીટીવી મળ્યા હતા. હરિયાણાના અંબાલા, જમ્મુ-કાશ્મીરના કઠુઆ, રાજસ્થાનના બાડમેર અને અલવરમાંથી એવા સીસીટીવી કેમેરા લગાવાયા હતા કે જેનું ફૂટેજ સીધું પાકિસ્તાન પહોંચતું હતું. સોલર પાવરથી કેમેરા ચાલતા હોવાથી પાવર સોર્સની જરૂર પડતી ન હતી તેના કારણે અવરોધ વગર કેમેરા ચાલતા હતા. કેમેરા સાથે ફેક આઈડીથી મેળવેલા સિમકાર્ડ પણ લાગેલા હતા. તેના કારણે મોબાઈલ એપ્સથી સીસીટીવી ફૂટેજનો એક્સેસ પાકિસ્તાનની જાસૂસી એજન્સીને મળતો હતો.

Reporter: admin

Related Post