ભાવનગરના પ્રજા વત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના પુત્ર શિવભદ્રસિંહજીનું આજે નિધન થયું છે. જેને લઈને રાજપરિવારમાં શોકની લાગણી છવાઈ છે.મળતી જાણકારી પ્રમાણે ભાવ વિલાસ ખાતે નશ્વરદેહના અંતિમ દર્શન કરવામાં આવશે.
મહારાજ શિવભદ્રસિંહજીના નિધનથી ભાવેણાવાસીઓ સહિત ચોમેર શોકની લાગણી છવાઈ છે. સૌ કોઈ જાણે છે કે, પર્યાવરણ પ્રેમી તરીકે શિવભદ્રસિંહે સેવાઓ કરી હતી. આ સાથે તેઓ ગુજરાત ભાજપના સૌ પ્રથમ ઉપપ્રમુખ રહ્યાં હતા અને સ્વતંત્ર પક્ષના ધારાસભ્ય તરીકે સેવા આપી હતી.
તમને જણાવી દઇએ કે, શિવભદ્રસિંહજી ગોહિલ કૃષ્ણકુમારસિંહજીના બીજા નંબરના પુત્ર હતા. જેમને મહારાજ કુંવર તરીકે ઓળખવામાં આવતા હતા. આજે બપોરે 01 થી 05 ની વચ્ચે તેમના પાર્થિવ શરીરને બોરતળાવ ખાતેના ભાવ વિલાસ પેલેસ ખાતે લોકોના દર્શન માટે રાખવામાં આવશે. નોંધનીય છે કે,શિવભદ્રસિંહજીના નિધનથી અત્યારે ભાવેણાવાસીઓ સહિત ચોમેર શોકની લાગણીઓ છવાઈ ગઈ છે. આ સાથે રાજપરિવારમાં પણ શોકની લાગણીઓ છવાઈ છે.
Reporter: News Plus