વડોદરા : શહેરના નિઝામપુરા માં આધાર સોસાયટી પાસેથી તેમજ
ઇ.એમ.ઇ. ના ગેટ પાસેથી અને કમાટીબાગના બાલભવન પાસેથી મળી કુલ ચાર જગ્યાએ સવારમા મોર્નિંગ વોકમા
નીકળેલા એક મહીલા અને ત્રણ ઇસમ મળી કુલ ચાર વ્યક્તતઓના ગળામાં સોનાની ચેઇનો તથા મંગળસૂત્ર ને નંબર
વગરની મો.સા.પર આવેલ બે અજાણ્યા ઇસમો દ્વારા આંચકી તોડી ચેઇન સ્નેચીંગના કરી આરોપીઓ મો.સા.પર
નાસી ગયેલા હોય આ ચેઇન સ્નેચીંગ બાબતે વડોદરા શહરે ના રાવપુરા ફતેગંજ અને સયાજીગં પોલીસ સ્ટેશનમાં ગુના
નોંધાયેલા છે.
આ બનેલ ગંભીર પ્રકારના ચેઇન સ્નેચીંગના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢવામાં આવ્યા છે.
ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર આર.જી.જાડેજા તથા પોલીસ ઇન્સ્પેકટર એચ.ડી.તવુરનાઓની દોરવણી હેઠળ
ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા સીસીટીવી ફુટેજ આધારીત તપાસ કરી તેમજ વડોદરા શહરે ના અલગ અલગ વિસ્તારમાં આ કામગીરી દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચના પોલીસ તથા ટીમના માણસોને સીસીટીવી ફુટેજ અને શોર્શ આધારીત કરેલ તપાસ દરમ્યાન સીસીટીવી ફુટેજ આિારીત તપાસ કરતાં આ ગુનાઓ કરનાર ઇસમો ગુનો કર્યા બાદ બાજવા કે રણોલી તરફ જતા રસ્તા તરફ ગયેલાની માહીતી મળતા જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમો ફર્ટિલાઇઝર થી ફાજલપુર સુધી હાઇવે વિસ્તારમાં કરેલ તપાસ દરમ્યાન માહીતી મળેલ કે, કબીરસિંગ સિકલીગર તથા જુનાગઢમા રહેતો તેનો બનેવી સન્નીસિંગ સિકલીગરનાઓએ આ ચેઇન સ્નેચીંગના ગુનાઓ તેઓ પાસેની નંબર વગરની કાળા રંગની પલ્સર મોટર સાયકલ પર કરેલાની અને આ બન્ને ઇસમો તેઓ પાસેની મોટર સાયકલ પર સ્નેચીંગ કરેલ સોનાની ચેઇનો અને મંગળસૂત્ર વેચી નાખવા રણોલી તરફથી નીકળી હાઇવે રોડ થઇ વડોદરા શહેર તરફ જનાર છે,
તેવી માહીતી મળતા જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે નેશનલ હાઇવે રોડ પાસે રણોલી તરફ જતા રોડના નાકા પાસે ખાનગી વોચ ગોઠવેલ દરમ્યાન રણોલી તરફથી એક નંબર વગરની કાળા રાંગની મો.સા. હાઇવે રોડ તરફ આવતા અને આ મો.સા.પર બેસેલ બન્ને ઇસમો ક્રાઇમ બ્રાન્ચની ટીમ જોઇ મો.સા.પરત વળાવી નાશવાની કોશીશ કરતા જેથી તેઓની ઉપર શંકા જતા બન્ને ઇસમોને મો.સા.સાથે પકડી પાડી આ બન્ને ઇસમો પાસેથી બે સોનાની ચેઇન ટુકડા થયેલ અને એક મંગળસૂત્ર કાળા મણી કાઢી નાખેલની ઉપરાત કબીરનસિંગે હાથમા પહરે લ કાડાં ઘડીયાળ મળી આવતા આ બન્ને ઇસમો તેઓ પાસેથી મળેલ આ કીમતી વસ્તઓુ ના માલીકી અંગે સચોટ માહીતી નહી આપી શકતા જેથી આ બન્ને ઇસમોની સઘન પછુ પરછ કરવામા આવતા આ બન્ને ઇસમોએ તેઓ પાસેની મો.સા.નો ઉપયોગ કરી ગઇકાલે સવારમાાં રસ્તે ચાલતા જતા એક મહીલા અને ત્રણ ઇસમ મળી ચાર વ્યક્તતઓના ગળામાાંની સોનાની ચેઇનો અને મંગળસત્રુ આંચકી લાવેલાન ુઅને આ તેઓ પાસેથી મળેલ સોનાની ચેઇનો અને એક મંગળસૂત્ર ચેન સ્નેચીંગ ગુનો કરી મેળવેલાની તેમજ આરોપી અન્ય સાગરીતો મળી વડોદરામા રાત્રીના બંધ મકાનમા ઘરફોડ ચોરીનાગુના ઓ કરેલાની હકીકત જણાવેલ.તેમજ આરોપી કબીરનસગિં ઘરફોડ ચોરી કરી મેળવેલ મદ્દુામાલની કાડા ઘડીયાળ- ૦૨, તલવાર-૦૧ તેમજ ઘરફોડ ચોરીના સાધનો કબજે કરી આ બન્ને ઇસમો ક્રાઇમ બ્રાન્ચે કાયદેસરની કાયગવાહી કરી છે.
Reporter: News Plus