દેશભરના બેંક કર્મચારીઓને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. બેંકો દ્વારા તેમના કર્મચારીઓને અપાતી નીચા દરની અને વ્યાજ મુક્ત લોનને સુપ્રીમ કોર્ટે આનુષંગિક એટલે કે સુવિધા કેટેગરીમાં મૂકીને ટેક્સ લાગુ કરવાનો આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, બેંક કર્મચારીઓને તેમની બેંક તરફથી મળવાપાત્ર નીચા દરની કે વ્યાજમુક્ત લોનની સુવિધા ટેક્સને આધીન છે, જેથી બેંક કર્મચારીઓએ હવેથી તેના પર ટેક્સ ચૂકવવો પડશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બેન્ક કર્મચારીઓને બેન્કો દ્વારા વ્યાજમુક્ત લોનની સુવિધા આપે છે. જેમાં તેમને ઓછા અથવા વ્યાજ વિના લોન મળે છે. જે સારી સુવિધા છે. જે માત્ર બેન્ક કર્મચારીઓને જ મળવાપાત્ર છે. પરંતુ આ સુવિધા ફ્રિન્જ બેનેફિટ અથવા એમેનિટિસ કરાર કર્યા છે. જેના લીધે લોન ટેક્સેબલ છે.
ઉલ્લેખનીય છે, બેન્ક કર્મચારીઓના સંગઠનોએ આવકવેરા વિભાગના એક નિયમને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. તે નિયમમાં બેન્ક કર્મચારીઓએ મળતી આ વ્યાજમુક્ત લોન સુવિધાને કર હેઠળ આવરી લેવામાં આવી છે. આવકવેરા અધિનિયમ 1961ની કલમ17(2)(viii) અને 1962ની કલમ 3(7)(i) અંતર્ગત કરવેરાને આધીન છે.
જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાએ પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, અનુલાભ કર્મચારીની સ્થિતિ સાથે જોડાયેલો વધારાનો લાભ છે. જે વેતનના બદલે લાભથી વિપરિત છે. બેન્ચે કહ્યું કે, આ મામલો રોજગાર સાથે જોડાયેલો છે, જેથી આ સુવિધા બેન્ક કર્મચારીઓને પગાર ઉપરાંત મળતી સુવિધામાં સામેલ હોવાથી તેને અનુલાભ ગણી શકાય. જેથી આવકવેરા અધિનિયમ હેઠળ આવરી લેતાં આ સુવિધા ટેક્સેબલ છે.
Reporter: News Plus