છેલ્લા કેટલા મહિના થી જીવન જરૂરિયાત ની વસ્તુઓ મા ભાવ વધવા ના કારણે લોકો નું જીવન અઘરું થઇ ગયું છે .પેહલા ના લોકો એવા હતા કે જો કોઈ વસ્તુ નો ભાવ વધે તો ભેગા થઇ તેનો વિરોધ કરતા હતા , પણ હાલ ની સરકાર એવી છે કે કોઈ જો હોબાળો કરે તો એને ચૂપ કરવા ના રસ્તા શોધી લે છે, કહેવાય છે ને કે સત્તા સામે ડાહપણ નકામું
લોકો સત્તા ના માણસો થી ડરી ને વિરોધ કરતા પણ ડરે છે , જો કોઈ વ્યક્તિ અવાજ ઉઠાવે તો એને ચૂપ કરી દેવામાં આવે છે .સરકારી દરેક કચેરીઓ કરપ્શન થી ભરેલી છે .એક સામાન્ય કારકુન પણ ત્યાં મોટી મોટી ગાડીઓ માં ફરે છે ,બીજી બાજુ એક ભાજપ નો કાર્યકર્તા જે ખાલી નાના મોટા કામ કરતો હોઈ છે જેને ક્યારેય કોઈ જગ્યાએ નોકરી કે ધંધો કરતા નઈ જોયા એ પણ મોટી મોટી ગાડીઓ લઇ ને ફરે છે તે એક વિચારવા જેવી વાત છે કે એવો કયો જિન છે જે આ બધું એમને પૂરું પાડે છે.
તકલીફ પડે છે તો કોને એક સામાન્ય માણસ જે દીવસ ના ૧૨ કાલાક નોકરી કરી માંડ માંડ એમનું ગુજરાન ચલાવે છે,લોન ના હપ્તા ભરે છે ,ઘર ના વડીલ ની દવા કરે છે અને બાળકો ને ભણાવે છે ,એનું મન જાણતું હોઈ છે કે એ કેટલી તકલીફ ભોગવી ને એના પરિવાર ની જરૂરિયાત પુરી પાડે છે . સામાન્ય વ્યક્તિ ને ઘર ની સાથે સમાજ ના વ્યવહાર પણ સાચવવા ના હોઈ છે જેને લીધે એમના ખિસ્સા માં ભારણ વધી ગયું છે.પગાર વઘતા નથી પણ વસ્તુઓના ભાવ વધે છે જેને લઇ ને સામાન્ય વ્યક્તિ ને તકલીફ પડે છે .જીવન જરીરુયાત વસ્તુઓના ભાવ વધવા ને કારણે ગૃહિણી ના મહિના ના ખર્ચા પણ વઘી ગયા છે .
Reporter: News Plus