News Portal...

Breaking News :

તારીખ પે તારીખ : હરણી બોટકાંડના પીડિતોને વળતર અંગે 3જી તારીખે જાહેર થશે ચૂકાદો

2025-01-31 09:54:39
તારીખ પે તારીખ : હરણી બોટકાંડના પીડિતોને વળતર અંગે 3જી તારીખે જાહેર થશે ચૂકાદો


વડોદરાના હરણી બોટકાંડના મૃતકો અને ઇજાગ્રસ્તોના પરિવારોને વળતર મળે તે માટે નાયબ કલેક્ટર સમક્ષ સુનાવણી ચાલી રહી છે જેનો આજે છેલ્લો દિવસ હતો. 


જો કે આ દુર્ઘટનામાં બચી ગયેલી શિક્ષીકાનું એફિડેવીટ બાકી હોવાથી હવે આગામી 3 તારીખે ઠરાવ કરીને ચૂકાદો જાહેર કરાશે અને હાઇકોર્ટને જણાવાશે. હરણી બોટકાંડમાં હાલ નાયબ કલેક્ટર સમક્ષ રોજેરોજ સુનાવણી ચાલી રહી છે. પીડિતોને વળતરના મુદ્દે એડવોકેટ હિતેશ ગુપ્તા તથા શાસક પક્ષના કોર્પોરેટર આશિશ જોશી શરુઆતથી જ પીડિતો ને ન્યાય અપાવવા ઝઝુમી રહ્યા છે. આજે યોજાયેલી સુનાવણીમાં તેઓ અને પીડીત પરિવારો પહોંચ્યા હતા પણ આજે તારીખ પડી હતી કારણ કે દુર્ઘટનામાં જે શિક્ષીકા નો બચાવ થયો તે સ્વાતી મેડમનું એફિડેવીટ બાકી છે. તેથી 3 તારીખે ઠરાવ કરી ચૂકાદો જાહેર કરાશે.


અણમોલ બાળકો ગયા છે તેમની કિંમત નક્કી ના કરી શકાય, આશિષ જોશી વળતરની સુનાવણીની આજે છેલ્લી તારીખ હતી. હવે વળતરના મુદ્દે 3જી તારીખે જાહેરાત કરાશે અને હાઇકોર્ટને જણાવાશે. આવનાર દિવસમાં સ્વાતી મેડમનું એફિડેવીટ રજૂ કરવામાં આવશે. જૂના જે જજમેન્ટ હતા જેના આધારે વળતર ચુકવવામાં આવ્યા છે તે મુજબના જજમેન્ટની પણ કોર્ટે નોંધ લીધી છે. તેમણે કહ્યું કે જે અણમોલ બાળકો ગયા છે તેમની કિંમત નક્કી ના કરી શકાય પણ એડવોકેટ હિતેશ ગુપ્તાએ જે 5 કરોડના વળતરની માગ કરી છે તેને અમે વળગી રહીશું.


Reporter: admin

Related Post