વડોદરા : ગત તા. 13 માર્ચ હોલીકા દહનની રાત્રે રક્ષિત ચોરસિયા અને તેના મિત્ર સુરેશ ભરવાડ મોપેડ લઇને ગધેડા માર્કેટ સ્થિત પારસ સોસા.માં ભાડે રહેતા સુરેશ ભરવાડના ઘરે પહોંચે છે.અકસ્માત સર્જ્યા પહેલા રક્ષિત અને પ્રાંશુ ગધેડા માર્કેટ સ્થિત પારસ સોસા.માં રહેતા સુરેશ ભરવાડના ઘરે ત્રણે કેમ 45 મિનીટ સુધી ભેગા થયા તે અંગે તપાસ થવી જોઈએ.

ત્યારે આશરે 10 વાગીને 33 મિનીટનો સમય સીસીટીવીમાં જોવા મળે છે. આ સમયે મોપેડ પણ રક્ષિતજ ચલાવતો હોવાનું સીસીટીવીમાં જોઇ શકાય છે.બન્ને ઘરે પહોંચ્યાંના આશરે 13 મિનીટ પછી પ્રાંશુ ચૌહાણ પોતાની વોક્સવેગન કાર લઇને સુરેશ ભરવાડના ઘરે પહોંચે છે, જે દ્રશ્યો ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થયા છે. સુરશે ભરવાડના ઘરે રક્ષિત અને પ્રાંશુ અંદાજીત 45 મિનીટ બાદ બહાર નિકળતા કેમેરામાં કેદ થયા છે.

જોકે અહીં અતિ મહત્વની બાબત એ છે કે, અકસ્માત સર્જ્યા પહેલા રક્ષિત અને પ્રાંશુ ગધેડા માર્કેટ સ્થિત પારસ સોસા.માં રહેતા સુરેશ ભરવાડના ઘરે ત્રણે એકત્ર થાય છે, અને આશરે 45 મિનીટ સુધી ત્રણેયે ઘરમાં શું કર્યું ? જો પોલીસ તપાસમાં તેની ઉપરથી પડદો ઉઠે તો દૂધનું દૂધ અને પાણીનું પાણીનું થઇ શકે છે. હવે સૌ કોઇની નજર પોલીસ તપાસ ઉપર છે કે, અકસ્માત પહેલાની 45 મિનીટમાં સુરેશ ભરવાડના ઘરે શું થયું હતુ.ઘરનો ગેટ ખોલ્યા બાદ પ્રાંશુ ડ્રાઇવીંગ સીટ પર જઇ બેસી જાય છે અને પાછળથી રક્ષિત ડ્રાઇવીંગ સીટ પરથી તેને હટાવી કાર પોતે ચલાવે છે. કાર પોતાના કબજામાં લઇ રક્ષિત ગધેડા માર્કેટથી નિકળી સંગમ ચાર રસ્તા પાસે પહોંચે છે અને સૌ પ્રથમ એક મોપેડ ચાલકને ટક્કર મારે છે.આ સમયે પણ કાર પુરપાટ ઝડપે નિકળે છે અને બાદમાં દીપાવલિ સોસા. પાસે જે બન્યું તે આજે આખું દેશ જાણે છે.
Reporter: admin