વડોદરા : ધૂળેટીનો તહેવાર હોવાથી કંપનીમાં શુક્રવારે રજા હોવાથી જરોદ ગામે સ્મશાન નજીક નગરીમાં ભાડેથી રહેતા રહીશોએ જમણવાર રાખ્યો હતો. બધા ભેગા થઈને સવારના અગિયારેક વાગ્યાની આસપાસ રસોઈ બનાવવાની શરૂ કરેલ હતી.
ત્યારબાદ બપોરના સાડા બારેક વાગ્યાના સુમારે જમાવાનું શરૂ થયેલ ત્યારે ભગવાન રામદેવ ચૌહાણ બધાને જમવાનું પીરસતા હતા.તે વખતે રાજારામ ચૌધરી પણ જમવા આવેલ. રાજારામ ચૌધરી અને ભગવાન ચૌહાણ વચ્ચે જમવાનું ઓછું આપવા બાબતે બોલાચાલી થઈ હતી રાજારામ ભગવાન ચૌહાણને કહેવા લાગ્યા કે તુ મને કેમ જમવાનું ઓછું આપ્યું તેમ કહી બોલાચાલી કરી ઝગડો કરવા લાગ્યા હતા.તે દરમિયાન મૃત્યુંજય બલીરામ સિંધ (રાજપુત) તથા તરુણકુમાર રામનારાયણ ઠાકુર વચ્ચે પડતાં ઝગડો શાંત પડી ગયો હતો.
ત્યારબાદ રાજારામ રૂમમાંથી બહાર જતા રહ્યા હતા.થોડીવાર પછી રાજારામ ચૌધરી પાછો આવેલ તે વખતે ભગવાન ચૌહાણ જમતો હતો.તે સમયે રાજારામ ચૌધરી ફરીવાર બોલાચાલી કરવા લાગ્યા તે વખતે ત્યાં હાજર લોકોએ છુટા પાડયા હતા.ત્યારપછી બપોરના બે વાગ્યાનાં સમયે રૂમના ઉપરના માળે આવેલ રૂમમાં મૃત્યુંજય બલીરામ સિંધ,રાજારામ ચૌધરી,ભગવાન ચૌહાણ તથા અશોક હાજર હતા. ત્યારે રાજારામ તથા ભગવાન બપોરના ભોજનની વાતને લઈને ફરી બોલાચાલી કરી ઝપાઝપી કરવા લાગ્યા હતા રાજારામ ચૌધરી એકદમ ઉશ્કેરાઈ જઈ રસોડાના ભાગેથી ચપ્પુ લઈ આવી ભગવાન ચૌહાણને પેટ અને ગરદનમાં ઘા મારી દીધા હતા. દરમિયાન છોડાવવા વચ્ચે પડેલા મૃત્ત્યુજયને પણ નાક પર ઝપા-ઝપી દરમ્યાન વાગી જતા લોહી નીકળ્યું હતુ.
Reporter: admin