News Portal...

Breaking News :

પાટીલના જન્મદિન નિમિત્તે શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજય શાહ દ્વારા શહેરમાં 70 વોટર હાર્વે

2025-03-16 16:09:12
પાટીલના જન્મદિન નિમિત્તે શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજય શાહ દ્વારા શહેરમાં 70 વોટર હાર્વે


વડોદરા : કેન્દ્રીય જળ સંચય મંત્રી સી.આર. પાટીલના જન્મદિન નિમિત્તે શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજય શાહ દ્વારા શહેરમાં 70 વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પ્લાન્ટ કાર્યરત કરવા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી.



જેમ જેમ પાણીની માંગ વધી રહી છે અને ભૂગર્ભ જળસ્તર ઘટી રહ્યું છે, તેમ પાણીના સંચય અને સાચવણીની જરૂરિયાત વધી ગઈ છે. એમાં જળસંચય પદ્ધતિ, એટલે કે વોટર હાર્વેસ્ટિંગ, એક મહત્વની રીત બની છે. આ પદ્ધતિ દ્વારા વરસાદી પાણી એકત્રિત કરીને ઉપયોગી બનાવવામાં આવે છે. વોટર હાર્વેસ્ટિંગ એક અસરકારક અને પર્યાવરણમૈત્રી પદ્ધતિ છે, જે આપણું ભવિષ્ય સુરક્ષિત બનાવી શકે છે. 


જો દરેક વ્યક્તિ અને સંસ્થા પોતપોતાની જગ્યાએ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સ્થાપિત કરે, તો ભારત પાણીની સમસ્યાનો સામનો સારી રીતે કરી શકે. આ માટે પ્રેરણા અને જાગૃતિ જરૂરી છે, જેથી દરેક વ્યક્તિ પાણી બચાવવા માટે જવાબદારીપૂર્વક કાર્ય કરે. તે માટે આજે કેન્દ્રીય જળ સંચય મંત્રી સી.આર પાટીલના જન્મદિન નિમિત્તે શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજય શાહ દ્વારા શહેરમાં 70 વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પ્લાન્ટ કાર્યરત કરવા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી.

Reporter: admin

Related Post