News Portal...

Breaking News :

અમદાવાદ રિવરફ્રન્ટમાં રીલ બનાવવા માટે વોક-વે પર કાર ચલાવી

2025-03-16 18:25:52
અમદાવાદ રિવરફ્રન્ટમાં રીલ બનાવવા માટે વોક-વે પર કાર ચલાવી


અમદાવાદ : પાલડીના રિવરફ્રન્ટ પર પોલીસ સ્ટેશનની સામેથી જ રિવરફ્રન્ટમાં કાર લઈને ઉતરવાનો રસ્તો છે,પોલીસ પણ ત્યાં બેઠી હોય છે તેમ છત્તા કઈ રીતે કાર લઈને યુવક અંદર ગયો તેની પર પણ સવાલ ઉભા થયા છે.



અમદાવાદમાં હજુ પણ નબીરાઓ જપતા નથી,રિવરફ્રન્ટ પર પોલીસના પેટ્રોલિંગ સામે સવાલો ઉઠયા છે,તો રિવરફ્રન્ટ વોક વે પર પ્રતિબંધ હોવા છતા નબીરાએ કાર દોડાવી હતી,તો કોની પરમિશનથી અંદર કાર લઈને ગયા તે સવાલ સૌથી મોટો છે,શું પોલીસના કોઈ કર્મચારીની મહેરબાનીથી કાર લઈને અંદર ગયા કે શું તેને લઈ સવાલો ઉભા થયા છે.



અમદાવાદના રિવરફ્રન્ટના વોક-વે પર ખાનગી વાહન ચલાવવા પર પ્રતિંબધ છે ત્યારે નબીરાએ પોતાની કાર રિવરફ્રન્ટમાં અંદર લઈ જઈને સ્ટંટ કર્યા હતો તો વીડિયોમાં એક વ્યકિત છે જે આ સ્ટંટનો વીડિયો ઉતારી રહ્યો છે,તો ફુલ સ્પીડમાં કાર હંકારી લોકોના જીવ જોખમમાં મૂકાયા હતો,આ વીડિયો રિવરફ્ન્ટ પશ્ચિમનો હોવાનું સામે આવ્યું છે,ત્યારે પોલીસ કારના નંબર પરથી આરોપીની ધરપકડ કરે અને ગુનો નોંધે તે જરૂરી બન્યું છે.રિવરફ્રન્ટ એ ફકત અમદાવાદ જ નહી પરંતુ ગુજરાતની શાન છે.

Reporter: admin

Related Post