News Portal...

Breaking News :

બજેટ પરની ચર્ચાનો બીજો દિવસ : પુરમાં લોકોને કેશડોલ ના ચૂકવાઇ હોવાની નીતિન દોંગાની રજૂઆત

2025-01-31 09:50:50
બજેટ પરની ચર્ચાનો બીજો દિવસ : પુરમાં લોકોને કેશડોલ ના ચૂકવાઇ હોવાની નીતિન દોંગાની રજૂઆત


પાલિકામાં રજૂ કરાયેલા 2025-26ના બજેટમાં 50 કરોડનો સફાઇ વેરો લાદવાનું સૂચન કરાયું છે. જો કે સ્થાયી સમિતીમાં અંદાજપત્રની ચર્ચા હાલ ચાલી રહી છે ત્યારે પહેલા દિવસે ચૂંટણીને ધ્યાનમાં રાખીને 50 કરોડનો સફાઇ વેરો ના લેવા સ્થાયીના તમામ સભ્યોએ એક સાથે સૂર પુરાવ્યો હતો. 


બજેટ પર ગુરુવારે બીજા દિવસે પણ વિવિધ મુદ્દા પર ચર્ચા થઇ હતી જેમાં કાઉન્સિલર નીતિન દોંગાએ કહ્યું હતું કે વડોદરામાં આવેલા પૂરની વિનાશક્તા હજું પણ લોકો ભુલી શક્યા નથી ત્યારે લોકોને રાહત મળે તેવા મુદ્દાનું અમલી કરણ થવું જોઇએ.બજેટ પર બીજા દિવસની ચર્ચામાં કાઉન્સિલર નીતિન દોંગાએ કહ્યું હતું કે વડોદરામાં ગત વર્ષે આવેલા પૂરથી લોકો હજું પણ બેઠા થઇ શક્યા નથી. કરોડો રુપિયાનું લોકોને નુકશાન થયું છે પણ હજું સુધી કેશ ડોલ પણ મળી નથી. 


તેમણે કહ્યું કે લોકોને રાહત મળે તેવા પ્રયાસો થવા જોઇએ જેમાં 20 ટકા flat વેરા માં માફી મળવી જોઇએ અને જે લોકોને કેશ ડોલ નથી મળી તેમને તત્કાળ કેશ ડોલ મળવી જોઇએ. આજે  લોકો બોલતા નથી પણ તેમના દર્દ પર મલમ લગાડવો જરુરી છે. તેમણે કહ્યું કે વેરા માં 20 ટકા રાહત આપવી જોઇએ. 50 કરોડ સફાઈ વેરો લાદવોના જોઈએ વેરા ગયા વર્ષના ધારાધોરણ મુજબ જ સફાઇ વેરો લેવો જોઇએ તેવો સભ્યનો એક સુર થતા મ્યુનિસિપલ કમિશનર સુધી વધારો સૂચવાયો હતો એ બજેટ ની ચર્ચા માં રદ કર્યો છે.

Reporter: admin

Related Post