જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મધ્ય ગુજરાતના પાંચ જિલ્લાની બેઠક કરશે. આજે સોમવારે પ્રદેશ ભાજપના મહામંત્રી રત્નાકરજી વડોદરા જિલ્લા ની મુલાકાતે આવી રહ્યા છે .રત્નાકરજી ની મુલાકાતે પગલે શહેરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
મળેલી માહિતી મુજબ પ્રદેશ ભાજપના મહામંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં આજે મધ્ય ગુજરાતના પાચ જિલ્લા ની બેઠક મળવાની છે. જેમાં તાલુકા પંચાયતના પ્રમુખો અને જિલ્લા પંચાયતના, નવા પ્રમુખો સહીત સંગઠનના પદાધિકારીઓ હાજર રહેશે. રત્નાકરજી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બપોરે આવશે અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ સહિત જિલ્લાના આગેવાનો સાથે ચર્ચા કરશે. આ ઉપરાંત વડોદરા શહેરના નવા નિમાયેલા પ્રમુખ ડો. જયપ્રકાશ સોની પણ જવાનાં છૅ..
ઉલ્લેખનીય છે કે જિલ્લા ભાજપ પ્રમુખની જાહેરાત હજી સુધી થઈ નથી ત્યારે રત્નાકરજીની આ મુલાકાત સૂચક બની રહે તેવી શક્યતા છે .આ ઉપરાંત આગામી સમયમાં આવનારી જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતોની ચૂંટણીને અનુલક્ષીને પણ આ બેઠકમાં ચર્ચા થાય એવી સંભાવના છે. મૂળ તો આ બેઠક નવા નિમાયેલા તાલુકા પંચાયતોના પ્રમુખો સાથેની પરિચય બેઠક છે પરંતુ પ્રદેશ મહામંત્રીની મુલાકાત અચાનક ગોઠવાતા શહેર જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તેઓ વડોદરા શહેરના નવા સંગઠન બાબતે પણ ચર્ચા કરે તેવી શક્યતા જોવાઈ રહી છે.
Reporter: admin