સુરત : રેલ્વે પોલીસ સ્ટેશન ઉંઘની તકનો લાભ લઈ એક અજાણી મહિલાએ ફરીયાદી ફરી.નો છોકરો નામે સુરજ ઉવ.૦૨ નું તેઓના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી નાશી ગયેલ જે ગુનો આચરનાર આરોપી મહીલા નામે નીતુ પરેજીયા રહે-મધ્યપ્રદેશવાળીને તેની છોકરી તથા ભોગ બનનાર બાળક સાથે શોધી કાઢી સુરત રેલ્વે પોલીસ સ્ટેશનનો ઉપરોક્ત અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામા આવેલ આ ગુનામા પકડાયેલ મહિલાનુ શરીરસ્થિતી અંગ ઝડતી પંચનામુ કરતા તે માનસિક રીતે અસ્વસ્થ હોવાનું પ્રથમ દ્રષ્ટીએ જણાતા સદર મહીલાની મેડીકલ તપાસણી થવા સ્મીમેર હોસ્પિટલ સુરત ખાતે મોકલી આપવામાં આવેલ અને આ અંગે નામદાર રેલ્વે કોર્ટમાં રીપોર્ટ કરતાં નામદાર કોર્ટની મંજુરી આઘારે મહિલાને મેડીકલ તપાસણી અર્થે સ્મીમેર હોસ્પિટલના સાયકીયાટ્રીક ડીપાર્ટમેન્ટમાં સારવાર હેઠળ એડમીટ કરવામાં આવેલ ત્યારબાદ મહિલાને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરેલ અને તેની માનસિક સ્થિતી તપાસણી થયાનુ સર્ટીફીકેટ આપેલ.

જેમા મહીલા માનસિક રીતે અસ્વસ્થ સાથો સાથ ટી.બી.ની બીમારીથી પણ પીડીત હોવાનુ જણાવેલ.જે આધારે તા.૦૪/૦૨/૨૦૨૫ ના રોજ રેલ્વે કોર્ટમાં રીપોર્ટ કરતા કોર્ટે મજકુર મહિલાને વધુ સારવાર અર્થે મેંન્ટલ હોસ્પિટલ વડોદરા ખાતે મોકલી આપવા કરેલ હુકમ આઘારે મજકુર મહિલાને મેન્ટલ હોસ્પિટલ વડોદરા ખાતે દાખલ કરેલ. ત્યારબાદ તા.૧૩/૦૨/૨૦૨૫ ના રોજ મેંન્ટલ હોસ્પિટલ વડોદરા ખાતેથી ડીસ્ચાર્જ કરી સારવાર સર્ટીફીકેટ આપેલ જેમા જણાવેલ કે, મજકુર મહિલાને સિજોફ્રેનીયા, ટી.બી. અને મીર્ગી જેવી બીમારી છે. તથા તેના પોતાના ઉપર લાગેલ આરોપો બાબતે કોઈ સમજ નથી. તેમજ તે આ કેસનો સામનો કરવા પણ ફીટ નહી હોવાનુ જણાવેલ જેથી આ ગુનો આચરેલ તે વખતે મહિલા માનસિક રીતે અસ્વસ્થ હોવાની હકીકત ફલીત થયેલ છે તેમજ મગજની અસ્થિરતાના કારણે પોતે કરે છે તે કૃત્ય કેવા પ્રકારનુ છે?

અથવા અપકૃત્ય અથવા કાયદા વિરૂધ્ધનું છે તે જાણવાને અશક્તિમાન હોવાનું જણાતાં B.N.S.S. કલમ રર મુજબ આ મહિલાએ કરેલ કૃત્ય ગુનો બનતો ન હોવાથી મજકુર મહિલા વિરૂધ્ધ સદર ગુનાના કામે સી. ફાયનલ રીપોર્ટ નામદાર કોર્ટમાં કરવામા આવેલ હતો તેમજ મજકુર મહિલાને ટી.બી. જેવી ગંભીર ચેપગ્રસ્ત બીમારી હોય જેથી આમ જનતાની સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાને લઇ મહિલાને તેના પતિની દેખરેખ હેઠળ સુરક્ષિત રાખી તેની સારવાર પણ ચાલુ રાખવામાં આવેલ અને સમયસર સારવાર મળી રહેતા મહિલાની માનસિક સ્થિતિમાં સુધારો થવા પામેલ છે.અને નામદાર કોર્ટના ધ્યાન હેઠળ મજકુર મહિલાને તેના પતિ નામે મેરાભાઈ મૈયાભાઈ જાતે.મુંધવા ઉવ.૪૨ ધંધો.મજુરી રહે-ક્રીષ્ના ડેરી પાછળ, સતીષભાઈના મકાનમાં ભાડેથી, નવાગામ, સુરત. વાળાને સોંપવામાં આવેલ હતો. મહીલાની સારવાર દરમ્યાનમાં સુરત રેલ્વે પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી/કર્મચારીઓ દ્વારા માનવતા દાખવી મહીલાની અવાર-નવાર લેવામાં આવતી મુલાકાતો તથા તેની સાર-સંભાળ, કાઉન્સીલીંગ, તથા સમયસર દવાઓ લેવડાવવી તેમજ દૈનિક નિત્યકર્મ જેવી નાની નાની બાબતોનું ધ્યાન રખાવવામાં આવેલ જેનાથી માનસિક બીમાર મહીલાની જીવન શૈલીની દિશા પલટાઇ ગયેલ છે.આમ મહિલા દ્વારા કરવામાં આવેલ કૃત્ય મગજની અસ્થિરતાના કારણે થયેલ હોય તેમજ સમયસર મળેલ સારવાર બાદ તેણીની માનસિક સ્થિતી સુધારા ઉપર આવેલ છે, જેથી આ મહિલા ની માનસિક સ્થિતીમાં વધુ સુધારો થાય અને તેણીનું માનસિક મનોબળ વધે તેમજ તે ગરીબ વર્ગની હોય અને કોઇ ગુનાહીત પ્રવૃતિ તરફ ન આકર્ષાય તે હેતુ થી મહિલાને તથા તેના પતિને હોળીના પર્વ નિમીતે કપડા તેમજ અન્ય જીવન જરૂરીયાત ચીજવસ્તુ ની ભેટ અર્પણ કરી પ્રોત્સાહીત કરવામાં આવેલ છે.
Reporter: admin