સૌરાષ્ટ્રના જુદા જુદા ગામોમાંથી વડોદરામાં સ્થાયી થયેલા મહાનુભાવો એ ભેગા થઈને એક સેવાકીય પ્રવૃતિ માટે સંસ્થાનું નિર્માણ કર્યું તેનું નામ સૌરાષ્ટ્ર જૈન સમાજ. આજે સમાજ દ્વારા સમાજના બાળકોને પ્રોત્સાહિત કરવા તથા યુવાનો સારી સેવાકીય પ્રવૃતિઓ કરે અને પુણ્યનો ઉપાર્જન કરે તેવી પ્રવૃત્તિઓ ખૂબ ઉત્સાહથી અમારા સૌરાષ્ટ્ર જૈન સમાજ દ્વારા જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેમ પ્રમુખ પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું.

દરમિયાનમાં સંસ્થાના મંત્રી અને પ્રિન્ટિંગ વ્યવસાય સાથે સંકળાયેલા અમીશભાઈ શાહે જણાવ્યું હતું કે પ્રતિ વર્ષ સૌરાષ્ટ્ર જૈન સમાજ દ્વારા વર્ષ દરમિયાન થયેલ જુદી જુદી તપસ્યાઓના તપસ્વીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. આજે પણ આઠ ઉપવાસ 21 ઉપવાસ 51 ઉપવાસ , 68 ઉપવાસ, સિદ્ધિ તપ ઉપધાન તપ ના તપસ્વીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. તથા સ્કૂલમાં અને કોલેજોમાં પ્રથમ આવેલ વિદ્યાર્થીઓ CA,CS,Doctor MBA વગેરે સૌરાષ્ટ્ર જૈન સમાજના વિદ્યાર્થીઓને ઈનામ આપીને પ્રોત્સાહિત કર્યા હતા. આજના કાર્યક્રમમાં પધારેલા શહેરના પ્રથમ નાગરિક એવા મેયર પિન્કીબેન સોની એ જૈન સમાજની ગૌરવ ગાથા ગાઈ હતી તથા જૈન સમાજનો કેટલો મોટો ઉપકાર છે તેના દ્રષ્ટાંતો આપ્યા હતા.

દરમિયાનમાં ભાજપના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની એ પણ પોતે પાટણમાં જન્મ લઈને જૈન કુટુંબની પાસેથી તેમને ઘણા સંસ્કાર મળ્યા છે તેમ જણાવ્યું હતું. પાટણના જૈન આચાર્ય હેમચંદ્રાચાર્યના નામની યુનિવર્સિટી પણ પાટણમાં આવેલી છે અને એમના જીવનમાંથી તેમણે ખૂબ પ્રેરણા મળી છે તેમ જણાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના વિઝન વિશે વાત કરીને જૈનો આમાં પ્રમુખ ભૂમિકા ભજવી શકે તેઓ આશાવાદ વ્યક્ત કર્યો હતો અને સમાન સિવિલ કોડ અંગે કેન્દ્ર સરકાર હાલમાં જે સજેશન્સ મંગાવી રહ્યા છે તેમાં આખો સમાજ જોડાઈને દેશમાં સમાન સિવિલ કોડ લાવવામાં આવે તે માટે જૈનો પણ અગ્રણી ભાગ ભજવે તેવી હાકલ કરી હતી દરમિયાનમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે અમારા જૈન સમાજ તરફથી યુનિફોર્મ સિવિલ કોડ માટે ફોર્મ ભરીને તથા લિંકમાં લોકોને સમજાવી અને સમર્થન આપવા માટે કાર્યકમો કરીશું તેવી સભામાં જાહેરાત કરી હતી. આજના કાર્યક્રમમાં જૈન સમાજના એકમાત્ર કોર્પોરેટર રાખીબેન શાહ તથા ભાજપના મહામંત્રી જસવંતસિંહ બાપુ તથા મંત્રી લકુલેશ ત્રિવેદીનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું.સૌરાષ્ટ્ર જૈન સમાજના શક્તિ ગ્રુપ તથા સુર્યા ગ્રુપ દ્વારા થયેલ પ્રવૃત્તિઓની સરાહના કરવામાં આવી હતી.આજના કાર્યક્રમમાં જૈન સમાજના શ્રેષ્ટી વિનુભાઈ શાહ મહેન્દ્રભાઈ પુનાતર ઉદ્યોગપતિ ભરતભાઈ ટોલિયા અશ્વિનભાઈ દોશી અતુલભાઇ શાહ રાજુભાઈ શાહ જયેન્દ્રભાઈ શાહ, શું મંગલમ રચના જયેશભાઈ ગાંધી જૈન પ્રગતિ સેન્ટરના હાર્દિક શાહ તથા યુનિવર્સિટીના સેનેટ મેમ્બર તમે જાણીતા જૈન અગ્રણી દીપક શાહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિવ્યાંગભાઈ તથા સેજલબેન શાહે કર્યું હતું.





Reporter: admin