વડોદરા : કુદરત રૂઠે પલ વારમાં મસ્ત માનવ શું કરે, એમ વડોદરામાં બારે મેઘા ખાંગા ભારે વરસાદને કારણે આમ જનતા કફોડી સ્થિતિમાં જોવા મળી રહી છે. પણ માનવતા હજુ મરી પરવારી નથી.
એમ ડભોઇ દશાલાડ સમાજ ટ્રસ્ટ વડોદરા, ડભોઇ જ્ઞાતિગૃહના સંયુક્ત ઉપક્રમે માટે ૭૦૦થી વધુ ફૂડ પેકેટો પૂરી, શાક અને પાણીના બોટલો સમાજ ના પ્રમુખ, ભવનના હોદ્દેદારો કારોબારી સદસ્યો મીડિયા કમિટી સભ્યો ટ્રેક્ટર અને ગાડીઓ સાથે વાઘોડિયા સોમા તળાવ રીંગરોડ પર પીતાંબર સોસાયટીમાં સ્લમ વિસ્તારમાં અને તરસાલી બ્રિજની નીચે અસરગ્રસ્ત વિસ્તારોમાં રૂબરૂમાં જઈને જરૂરિયાત મંદોને હાથો હાથ ફૂડ પેકેટ અને પાણીની બોટલોનું વિતરણ કરવામાં આવતા માનવ માનવી થાય એ ઉક્તિ, વૈષ્ણવજન જેને કહીએ પર પીડાઈ જાણે રે ,એ ઉક્તિને સાર્થક કરતા ડભોઇ દશાલાડ સમાજ ટ્રસ્ટ અને જ્ઞાતિ ભવન હોદ્દેદારો પૂર પીડીતોની વ્હારે આવતા માનવતાની મહેક પ્રસરી હતી.
Reporter: admin