વડોદરા સંસ્કાર નગરી તરીકે ઓળખાય છે હવે આ શહેર આવનારા સમય માં મગરોના શહેર તરીકે પણ ઓળખાશે.
ખાસ કરીને વરસાદી ઋતુમાં વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતાં મગરો પૈકી કેટલાક મગરો રહેણાંક વિસ્તારમાં આવી જતાં હોય છે. ગત રોજ વરસેલા વરસાદમાં મોડી રાત્રે એક મગર જાહેર માર્ગ પર લટાર મારતો નજરે ચડ્યો હતો. શહેરના નરહરિ દવાખાના પાસે રાત્રીના બે વાગ્યાની આસપાસ મગર જોવા મળ્યો હતો. આમ તો મગરો અને વડોદરા વાસીઓનો સબંધ રસપ્રદ રહ્યો છે.
ખાસ કરીને ચોમાસાની ઋતુમાં સરિસૃપ પ્રાણીઓ દેખા દેતા હોય છે અને બિન આમંત્રિત આ મહેમાનોને સહીસલામત રીતે રેસ્ક્યુ કરીને તેમને તેમના પ્રાકૃતિક નિવાસ સ્થાને રીલિવ કરવા માટે વડોદરામાં અનેક સંસ્થાઓ કાર્યરત છે. આકસ્મિક રીતે જાહેર માર્ગ કે રહેણાંક વિસ્તારમાં આવી ચડતા મગરોને રેસ્ક્યુ કરવા માટે જીવદયા સંસ્થાઓના સવયસેવકો ચોવીસ કલાક સેવા બજાવતા હોય છે. નરહરિ હોસ્પીટલ પાસેના જાહેર માર્ગ પર મોડી રાત્રે મગર જોવા મળતા સ્થાનિક રહીશો ટોળે વળ્યાં હતા અને મગરનું સહીસલામત રેસ્ક્યુ કરવા માટે જીવદયા સંસ્થાના કાર્યકરોને આ બાબતે જાણ પણ કરવામાં આવી હતી.
Reporter: admin