News Portal...

Breaking News :

રોજ રોજ જમવાનું શુ બનાવવું એ ગૃહિણીઓનો પ્રશ્ન હોય છે, આજે આપણે નાનાથી લઇ મોટાને ભાવે એવો નાસ્તો બ

2024-07-25 11:47:46
રોજ રોજ જમવાનું શુ બનાવવું એ ગૃહિણીઓનો પ્રશ્ન હોય છે, આજે આપણે નાનાથી લઇ મોટાને ભાવે એવો નાસ્તો બ


દરેકના ઘરે રોટલી તો બનતી હોય છે, ઘણા લોકો વધેલી રોટલીનો ઉપયોગ કરતા નથી.આજે આપણે વધેલી રોટલીમાંથી ભજીયા કેવી રીતે બનશે તે જણાવીશુ,ખુબ ઓછા સમયમાં ટેસ્ટી અને ક્રિસ્પી ભજીયા બનશે.



2 જ્ણ માટે રોટલીના ભજીયા બનાવવા માટે 4 રોટલીને શેકી દો અને તેને ઠંડી પાડી ક્રશ કરી દો, ત્યાર બાદ તેમાં 2 ડુંગળી લાંબી સમારેલી, ધાણા સમારેલા ઉમેરી બરોબર મિક્ષ કરો. મિક્ષ કર્યા પછી તેમાં લીલું મરચું 2 અને આદુ ના ટુકડાને પેસ્ટ બનાવીને ઉમેરો સ્વાદ અનુસાર મીઠુ, એક ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર,અડધી ચમચી ગરમ મસાલો, એક ચમચી અજમો, એક ચમચી સફેદ તલ ઉમેરો.


હવે આ મિશ્રણમા 4 થી 5 ચમચી ચણાનો લોટ 5 ચમચી પાણી લઇ લોટ કોટ થઇ જાય એ રીતે મિક્ષ કરો. હવે આ મિશ્રણને બરોબર મિક્ષ કરો અને ગરમ તેલમાં તળી લો.થોડા સમયમાં ક્રીસ્પી ભજીયા રેડી થઈ જશે.

Reporter: admin

Related Post