News Portal...

Breaking News :

સન ૨૦૨૫-૨૬માટે 6,200.56 કરોડનું બજેટ સ્થાયીમાં રજૂ કરવામાં આવ્યું

2025-01-28 14:56:06
સન ૨૦૨૫-૨૬માટે 6,200.56 કરોડનું બજેટ સ્થાયીમાં રજૂ કરવામાં આવ્યું


વડોદરા:  મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2025-26 નું ડ્રાફ્ટ અંદાજપત્ર અને રીવાઈઝડ અંદાજપત્ર આજે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ સ્થાયી સમિતિમાં રજૂ કર્યું હતું. 


જેમાં રૂપિયા 50 કરોડનો સફાઈ વેરાના વધારવા સૂચન કર્યું છે. જ્યારે કુલ રૂપિયા 6,200.56 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દિલીપ રાણાએ આજે સ્થાયી સમિતિમાં અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીને સુપ્રત કર્યું હતું.વડોદરા મ્યુનિસિપલ કમિશનર રજૂ કરેલા અંદાજ પત્રમાં આ વર્ષે રૂપિયા 6200.56 કરોડનું અંદાજ પત્ર રજૂ કર્યું છે. જેમાં આ વર્ષે વિકાસના કામો રૂપિયા 1,846 કરોડનું લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે સાથે સાથે કોર્પોરેશનની મુખ્ય આવક ગણાતી વેરાની આવકનો લક્ષણ રૂ.740 કરોડ મૂકવામાં આવ્યો છે. 


ચૂંટણીલક્ષી બજેટ હોવાથી વિકાસના કામો વધુ મૂકવામાં આવ્યા છે, પરંતુ તેની સાથે સાથે રૂપિયા 50 કરોડનો સફાઈવેરો નાખવાનું સૂચન પણ કરવામાં આવ્યું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના રિવાઇઝ અંદાજપત્રમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જે રૂ.600.13 ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો છે. આ વર્ષે ફરી એકવાર 1800 કરોડથી વધુ રકમના વિકાસના કામો મૂકવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને પ્રાથમિક સુવિધા ને લગતા કામોનો સમાવેશ થાય છે.

Reporter:

Related Post