વડોદરા : પાલિકાના અધિકારી દર વર્ષે વડોદરાના વિકાસને લઈ બજેટ રજૂ કરે છે.વડોદરાની વિકાસની વાતો કરવામાં આવે છે પરંતુ ઘોર નીદા હોય તેવું લાગી રહ્યું છે.
એક બાજુ પાલિકાના અધિકારીઓ અને નગર સેવકો સ્માર્ટ સિટીની વાતો કરે છે જે માત્ર કાગળ પર જોવા મળે છે. વડોદરા નાગરવાળા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યાને લઈને રહીશો હેરાન પરેશાન થઈ ગયા સ્થાનિક લોકોએ અનેક વખત નગર સેવકોને રજૂઆત કર્યા છતાં અહીં સ્થાનિકના લોકોની રજૂઆત કરવા છતાં પાણીની સમસ્યાનું નિરાકરણ ન આવતા આજે સ્થાનિક લોકોએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
જેમાં સ્થાનિક મહિલા જણાવ્યું કે અમોને છેલ્લા ઘણા વર્ષોથી પીવાનું પાણી મળતું નથી અને પાલિકા દ્વારા અઠવાડિયામાં એક વખત પાણીની ટેન્કર મોકલવામાં આવે છે જેમાં પણ કેટલાક લોકોને પીવાનું પાણી ભરાતું નથી જેને લઇને સ્થાનિકોએ આજે તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. પાણીની ટેન્કર વિસ્તારમાં આવતા કાદવની સમસ્યા પણ ઉદ્ભવે છે જેને લઈને લોકોને હાલાકી ભોગવી પડે છે.
Reporter: admin