સુરત: ઉન વિસ્તારમાં 32 વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત નીપજ્યું છે. એમડી ડ્રગ્સનો ઓવરડોઝ લેવાના કારણે જ યુવકનું મોત થયું હોવાનું પરિવારનું અનુમાન છે.
ગત 20 જાન્યુઆરીના રોજ યુવક નશાની હાલતમાં બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. હાલ તો યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ યુવકના મોતનું સાચું કારણ સામે આવશે.મળતી માહિતી પ્રમાણે, સુરતના ઉન વિસ્તારમાં આવેલી સંજર સોસાયટીમાં 32 વર્ષીય નવાઝખાન પઠાણ પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા, પત્ની અને ત્રણ દીકરી છે. નવાઝખાન રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો. આ સાથે જ નવાઝખાન સમયાંતરે દારૂ પીતો હતો. થોડા દિવસથી તે મિત્રો સાથે એમડી ડ્રગ્સનું સેવન કરતો પણ થઈ ગયો હતો.
MD ડ્રગ્સના ઓવરડોઝથી યુવકના મોત મૃતકના ભાઈએ કહ્યું-ડ્રિંક છોડ્યા બાદ પંદર દિવસથી ડ્રગ્સની લત લાગી હતી,સુરતના ઉન વિસ્તારમાં 32 વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત નીપજ્યું છે. એમડી ડ્રગ્સનો ઓવરડોઝ લેવાના કારણે જ યુવકનું મોત થયું હોવાનું પરિવારનું અનુમાન છે. ગત 20 જાન્યુઆરીના રોજ યુવક નશાની હાલતમાં બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. હાલ તો યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ યુવકના મોતનું સાચું કારણ સામે આવશે.મૃતકને દારૂ બાદ ડ્રગ્સની લત લાગી મળતી માહિતી પ્રમાણે, સુરતના ઉન વિસ્તારમાં આવેલી સંજર સોસાયટીમાં 32 વર્ષીય નવાઝખાન પઠાણ પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા, પત્ની અને ત્રણ દીકરી છે. નવાઝખાન રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહયો હતો.
Reporter: admin