પ્રયાગરાજ: મહાકુંભમાં થયેલી ભાગદોડ બાદ હવે અખાડાઓના અમૃત સ્નાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. હાલ તમામ સ્થિતિ નિયંત્રણમાં છે અને પોલીસ ભીડને નિયંત્રણ કરવાના તમામ શક્ય પ્રયત્નો કરી રહી છે. અમૃત સ્નાનના આરંભ થયા બાદ હવે 13 અખાડા મૌની અમાવસ્યા પર એક પછી એક પવિત્ર સ્નાન કરશે.
મૌની અમાવસ્યા સ્નાન પર્વ પર ત્રણે શંકરાચાર્યોએ પવિત્ર ત્રિવેણીમાં પવિત્ર ડૂબકી લગાવી ulr. અમૃત સ્નાન દરમિયાન હેલિકોપ્ટરથી સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. જોકે ભારે ભીડ અને ભાગદોડને કારણે સાધુ-સંતોને સંગમ કિનારા પર પહોંચવામાં નિર્ધારિત સમય કરતાં લગભગ 10 કલાક મોડું થયું હતું. પ્રયાગરાજમાં રાતના એક વાગ્યે મહાકુંભમાં ભાગદોડ થયા બાદ હવે પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે.
મૌની અમાવસ્યા પર જૂના અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરી મહારાજે કહ્યું છે કે, “અમે વિચાર્યું કે અમારા કારણે ભક્તોને કોઈ મુશ્કેલી ન થવી જોઈએ, તેથી અમે સ્નાન મોકૂફ રાખ્યું હતું. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે, તેથી અમે સ્નાન કરવા આવ્યા છીએ.”
Reporter: admin