News Portal...

Breaking News :

વાઈરલ ગર્લ મોનાલિસાની સુંદરતાનો જાદુ કંગના રનૌત પર ચઢ્યો

2025-01-30 09:44:34
વાઈરલ ગર્લ મોનાલિસાની સુંદરતાનો જાદુ કંગના રનૌત પર ચઢ્યો


મુંબઈ : વાઈરલ ગર્લ મોનાલિસાની સુંદરતાનો જાદુ કંગના રનૌત પર પણ ચઢી ગયો છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકી છે. 


એમાં મોનાલિસાનું ઉદાહરણ આપીને કંગનાએ કહ્યું કે શ્યામ રંગનો લોકોમાં કેટલો બધો ક્રેઝ હોય છે. આજકાલ બધી હીરોઇનો ગોરી લાગે છે તો લોકો એનાથી કનેક્ટ નથી થઇ શકતા. તેણે કટાક્ષમાં કહ્યું કે યુવાનીમાં જે હિરોઈન શ્યામ હતી એ પણ હવે ગોરી થઇ ગઈ છે. શું આનું કારણ લેઝર અને ગ્લૂટાથિઓન છે? કંગના રનૌતે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મોનાલિસાના વખાણ કર્યા અને લખ્યું, 'આ નાની છોકરી તેના સૌંદર્યને કારણે ઇન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે.' પરંતુ હું એવા લોકોને નફરત કરું છું જેઓ તેને ફોટા અને ઈન્ટરવ્યુ માટે હેરાન કરી રહ્યા છે. બીજી બાજુ, હું મારી જાતને એ વિચારતા રોકી શકતી નથી કે, ગ્લેમર દુનિયાના લોકોને ડાર્ક અને ડસ્કી ટોન કેમ પસંદ નથી.


કંગનાએ એક છોકરીનો ફોટો મુક્યો છે, જે મોનાલિસાનો નાનપણનો ફોટો લાગે છે. એની સાથે કમેન્ટમાં લખ્યું છે, આ નાની છોકરી એની નેચરલ બ્યુટીને કારણે ઇન્ટરનેટ પર વાઈરલ થઇ છે. ફોટો અને ઇન્ટરવ્યૂ માટે એને હેરાન કરતા લોકોથી મને નફરત થઇ રહી છે, તો બીજીબાજુ વિચારું છું કે ગ્લેમર વર્લ્ડમાં ડાર્ક અને શ્યામ જેવા ભારતીય કલર ટોનની મહિલાઓ છે?મહાકુંભમાં વાયરલ થયેલી મોનાલિસા મધ્ય પ્રદેશના ઈન્દોરની રહેવાસી છે. તે માળાઓ વેચવા પ્રયાગરાજ આવી હતી, પરંતુ તેની સુંદરતા તેને ભારી પડી ગઈ.મોનાલિસાની નેચરલ બ્યુટી અને સુંદર આંખોને લીધે લોકો તેની સાથે ફોટો પડાવવા લાગ્યા અને રીલ બનાવવા લાગ્યા હતા. મોનાલિસાને ભીડ હેરાન કરવા લાગી તેથી તેના પિતાએ તેને પાછી ઘરે મોકલી દીધી હતી.

Reporter: admin

Related Post