News Portal...

Breaking News :

ખ્યાતિ કેસના મુખ્ય આરોપી કાર્તિક પટેલને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો

2025-01-28 15:40:24
ખ્યાતિ કેસના મુખ્ય આરોપી કાર્તિક પટેલને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો



અમદાવાદઃ ખ્યાતિ કેસના મુખ્ય આરોપી કાર્તિક પટેલના રિમાન્ડ પૂર્ણ થતાં આજે તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. 


પૂછપરછ દરમિયાન તેણે મગરનાં આસું પાડ્યા હતા અને મારી જિંદગીની મોટી ભૂલ થઈ ગઈ તેમ કહ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ત્રણેય આરોપીઓનું અલગ અલગ ઈન્ટ્રોગેશન કર્યુ ત્યારે કાર્તિકે રાહુલ અને ચિરાગે આપેલા તમામ નિવેદન નકારી કાઢ્યા હતા. જે બાદ ત્રણેય આરોપીઓને સાથે બેસાડીને પૂછપરછ કરતાં કાર્તિકની પોલ ખૂલી પડતાં તેણે તમામ વાતો સ્વીકારી હતી.રિમાન્ડ દરમિયાન કાર્તિકની પૂછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. કાર્તિક પટેલે 2024માં હૉસ્પિટલના નામે લૉન લઇ બીજે વાપરી હતી. તેમજ બોગસ દર્દી ઊભાં કરી ખોટા બિલ બનાવ્યા હતા. કાર્તિક પટેલની થોડા દિવસ પહેલા ધરપકડ બાદ હાલ તપાસમાં વેગ આવ્યો છે. 


કાર્તિક પટેલને સાથે રાખીને ક્રાઈમ બ્રાન્ચે બોપલ-આંબલી રોડ પરથી ઑફિસમાં તપાસ કરીને 7 ફાઇલ, ચેક તેમજ પાસબુક કબજે કરી હતી. આ ઉપરાંત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે બેંક એન્ટ્રીઓ, નાણાકીય વ્યવહારની તપાસ કરાવી હતી. જેમાં આરોપી કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂતે 30 લાખના ખોટા બિલ બનાવ્યાનું સામે આવ્યું હતું.આ બંનેએ સાથે મળીને ખોટા દર્દીઓ ઉભા કર્યા હતા. તેમજ દવાના ખોટા બિલો બનાવી સરકારમાં રજૂ કર્યા હતા અને રૂપિયા પડાવ્યા હતા. કાર્તિક પટેલે 2023માં હૉસ્પિટલના નામે રૂ. 22 કરોડની લૉન લીધી હતી. રૂપિયા તેણે અન્ય જગ્યાએ વાપર્યા હતા. કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત અને રાહુલ જૈન પીએમજેએવાયમાંથી રૂપિયા કમાવવા સુઆયોજીત કાવતરું ઘડતા હતા. કાર્તિકે આરોગ્ય વિભાગના જનરલ મેનેજર ડો. શૈલેષ આનંદ સાથે મીટિંગ કરીને ચિરાગ રાજપૂતની ઓળખાણ કરાવી હતી.

Reporter: admin

Related Post