વડોદરા : પાલિકાને અગાઉ રાજ્ય સરકાર તરફથી, સામાન્ય સભાના ઠરાવ આધારે AMRUT યોજના અંતર્ગત આપવા પાત્ર ફાળા માટે રૂ.૨૦૦ કરોડ સુધીની રકમ રકમ મ્યુનિસિપલ બોંડ થકી ઉગવવાની મંજુરી મળેલ હતી. જે પૈકી ૨૦૨૨, ૨૦૨૪માં પાલિકાએ રૂ.૨૦૦ કરોડ બે તબક્કામાં મ્યુનિસિપલ બોન્ડ અને ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ થકી ઉગવેલ છે.
આંતરરાષ્ટ્રીય ધારાધોરણોને અનુસરીને સર્ટીફીકેટ મેળવીને ઇસ્યુ કરનાર વડોદરા પાલિકા એશિયાની પ્રથમ મહાનગરપાલિકા હોવાની સિદ્ધિ સાથે ગ્રીન બોન્ડ ભારતનો સૌથી વધુ સબસ્ક્રાઇબડ બોન્ડ (૧૪.૬૦ ગણો ઓવર સબસ્ક્રીપશન) હોવાનો રેકોર્ડ ધરાવે છે. પાલિકાને સુંદર રકમ ૭.૯૦%ના દરે મળેલ હતું અને તેમાં મળનાર ઇન્સેન્ટીવ રૂ.૧૩ કરોડને બાદ કરતા પાલિકાને ૫.૩૦%ના વાર્ષિક વ્યાજ દરે રકમ મળેલ છે. પાલિકા દ્વારા બન્ને મ્યુનિસિપલ બોન્ડના મેચ્યોરીટી સમયે બુલેટ શોટ પેમેન્ટ કરી શકાય તે હેતુથી ડિસે-૨૪ સુધીમાં રૂ.૭૫ કરોડનું સીંકીંગ ફંડ પણ એકઠું થયેલ છે. હાલમાં કેન્દ્ર/રાજ્યબોન્ડની રકમ ૭.૯૦ દરે મળેલ હતું તેમાં ઈન્સન્ટીવ બાદ કરતા પાલિકાને ૫.૩૦ ટકાના દરે રકમ મળેલ છે.સરકાર પ્રયોજીત વિવિધ યોજનાઓમાં પાલિકાએ પણ સૂચિત ફાળો આપવાનો હોય છે. ઉપરાંત સ્વ ભંડોળ થકી પણ મોટા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહેલ છે. જેના લીધે આવનાર વર્ષોમાં પાલિકાને સ્વભંડોળની સિક્ષક ઉપરાંત વધારે રકમની જરૂરિયાત રહેશે. વિકાસના કામો માટે જરૂરિયાત મુજબની રકમ લોન કે મ્યુનિસિપલ બોન્ડ થકી ઉગવી શકાય હાલમાં કેન્દ્ર સરકાર તરફથી દરેક મહાનગરપાલિકાઓ નાણાંકીય રીતે પોતે આત્મનિર્ભર થાય તે માટે સમયાંતરે જુદા જુદા પ્રકારના મ્યુનિસિપલ બોન્ડના પ્રોત્સાહન માટે ઈંસેન્ટીવ પણ આપવામાં આવે છે.
ભારતમાં હાલમાં Regular Municipal Bond ઉપરાંત Green Bond, Blue Bond, Yellow Bond અને Transi-tion Bond અંગે SEBIએ ગાઈડલાઈન્સ બહાર પાડેલ છે. પાલિકાએ કેન્દ્ર/રાજ્ય સરકાર પ્રયોજીત જુદી જુદી યોજનાઓમાં આવનાર વર્ષોમાં રૂ.૭૦૦ કરોડ જેટલી રકમ તબક્કાવાર રીતે મહાનગરપાલિકાના કાળા તરીકે આપવાના રહે છે. ઉપરાંત સ્વભંડોળથી મોટા કેપીટલ પ્રોજેક્ટ્સ કરવાના પ્રસંગે રકમ ઉગવવાની જરૂરીયાત ઉભી થઈ શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા હજુ પણ જે મહાનગરપાલિકાઓ બોન્ડ થકી અમૃત યોજના અંતર્ગત આપવાપાત્ર ફાળાની રકમ ઉગવશે તેમને incentive છે.રૂ.૧૦ કરોડ (મહત્તમ ૨૦ કરોડ) પ્રતિ ૧૦૦ કરોડના સબસ્ક્રીપસન પર આપવામાં આવે છે. જેથી ભવિષ્યમાં જ્યારે પણ કેન્દ્ર/રાજ્ય સરકારની કોઈપણ યોજનામાં પાલિકાનો ફાળો આપવા માટે કે સ્વભંડોળથી કેપીટલ કામો કરવા માટે જરૂરીયાતના પ્રસંગે રકમ કોઈ પણ કેટેગરીના મ્યુનિસિપલ બોન્ડ/ લોન થકી રૂ.૫૦૦ કરોડની મર્યાદામાં ઉગવવા અંગેની મંજુરી આપવા વિનંતી છે. હવે ભારતમાં મ્યુનિસિપલ બોન્ડનો વ્યાપ વધી રહેલ છે તો તેના અનુસંધાને સંસ્થાએ Mas-ter Bond Resolutionની સાથે સાથે Debt Management Policy બનાવીએ તે સંસ્થા માટે Good Governance તેમ પારદર્શી વહીવટના સિદ્ધાંતોને સાર્થક કરશે. આ અંગેની દરખાસ્ત આગામી સમયમાં સામાન્ય સભાની મંજૂરી અર્થે સ્થાયી સમિતિ થકી મૂકવામાં આવશે.કેપીટલ ખર્ચને પહોંચી વળવા તથા કેન્દ્ર/રાજ્ય દ્વારા પ્રાયોજિત વિવિધ સ્કીમોમાં મહાનગરપાલિકાનો ફાળો આપવામાટે નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન મેળવવામાં આવે તે જરૂરી બને છે. અગાઉ મંજૂર કરાયેલ રૂ.૩૦૦ કરોડની લોન સામે પાલિકા દ્વારા છેલ્લા ૧૦ વર્ષમાં રૂ.૩૦૦ કરોડની લોન મેળવેલ છે જે સામે આજની તારીખે ફક્ત રૂ.૩૭.૪૦ કરોડ ચૂકવવાના બાકી રહે.
Reporter: