વડોદરા, દુરગામી આયોજનમાં અલકાપરી થી ડેરીડન થઈ રોડ સુધીનો રૂ.૨૯૦ કરોડના ખર્ચે સંયુક્ત અલકાપુરી રેલ્વે સ્ટેશન રી-ડેવલોપમેન્ટની કામગીરી અર્થે તા. ૨૭.૧૧.૨૪ના પત્રથી રેલવે વિભાગ દ્વારા સૈદ્ધાંતિક મંજુરી આપેલ છે, જે અન્વયે રેલવે વિભાગને અલકાપુરી રેલ્વે ઓવર બ્રીજ ૪-લેન બનાવવા અર્થે મંજુરી માટે પત્ર પાઠવેલ છે.
અલકાપુરી રેલવે ઓવર બ્રીજથી ડેરીડન સર્કલ થઇ કાલધોડા બ્રીજ થઇ જેલ રોડ સુધી સંયુક્ત બ્રીજ બનાવવાની કામગીરી અંદાજે રૂ.૨૯૦ કરોડના ખર્ચે હાથ ધરવા રેલવે વિભાગની સૈદ્ધાંતિક મંજુરી હેઠળ છે. કામગીરી કરવાનું અયોજન કરવા સલાહકારને સોંપેલ છે. ગોરવા કરોડિયાથી પુર્વ તરફ છાણી રોડને જોડતાં રસ્તા પર આવતા બાજવા – છાયાપુરી બાયપાસ લાઇન તથા વડોદરા ગોધરા લાઇન ઉપરના વોટર - વે નાળા ઉપર રેલ્વે ઓવર બ્રીજ રેલ્વે વિભાગ સાથે કોસ્ટ શેરીંગ બેઝ પર રૂ. ૪૫ કરોડના ખર્ચે બનાવવાનું કામની કામગીરી, અશ્વમેધ એવન્યુથી બ્રોડ વે પ્રાઈડ તરફ આવેલ વરસાદી ચેનલ ઉપર રૂ.૩ કરોડના ખર્ચે કલ્વર્ટ બનાવવાની કામગીરી કરાશે.
શહેરમાં હાલ પૂર્ણ, પ્રગતિ હેઠળ, ભાવપત્ર તબક્કે તથા અંદાજ તબક્કે મળી અંદાજે કુલ રૂ.૮૮૯.૭૯ કરોડના કામો વિવિધ તબક્કે છે. નવિન વિસ્તારોમાં વધતા ડેવલોપમેન્ટ મુજબ ટ્રાફીક સમસ્યાના નિરાકરણ માટે આગામી ૫ વર્ષ તથા ૩૦-૬૦-૭૫ મીટર રીંગ રોડ ઉપરના બ્રીજ મળી કુલ રૂ.૧૦૫૫.૫૦ કરોડના અંદાજીત ખર્ચે નવીન બ્રીજો તથા આનુષંગિક કામગીરીઓના આયોજન હેઠળ છે. સને ૨૦૨૫-૨૬માં રૂ.૩૪૮ કરોડના કામો નવિન આયોજન હેઠળ હાથ ધરવામાં આવશે. જેનાથી શહેરના વિકાસમાં વધારો, ટ્રાફિકની અવર જવરમાં સરળતા, અકસ્માતમાં ઘટાડો, પર્યાવરણની જાળવણી, ઇંધણમાં બચત, પુરની પરિસ્થિતિમાં સહાયરૂપ તથા શહેરના ઔદ્યોગીક, શૈક્ષણિક તેમજ વાણિજ્યક વિકાસ વિગેરેમાં વાપરાશે.
Reporter: admin