અમદાવાદ : દુષ્કર્મના કેસમાં દોષી સાબિત થતાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને સુપ્રીમ કોર્ટ તરફથી 31 માર્ચ સુધી વચગાળાના શરતી જામીન મળ્યા છે.
શરત મુજબ આસારામ પોતાના અનુયાયીઓને મળી શકશે નહીં, તેમ છતાં ગત 25 જાન્યુઆરીએ આસારામે બનાસકાંઠાના પાલનપુરમાં મોટી સંખ્યામાં અનુયાયી ભેગા કરીને સત્સંગ કાર્યક્રમ યોજ્યો હતો. ત્યારબાદ હવે આસારામ અમદાવાદની મુલાકાતે છે. 12 વર્ષ અમદાવાદના મોટેરા ખાતે આશ્રમમાં એન્ટ્રી કરી છે, ત્યારે આ અંગે તેમના અનુનાયીઓને ખબર પડતાં તેઓ મોટેરા આશ્રમમાં પહોંચવા લાગ્યા છે.
જેને જોતાં ચાંદખેડા પોલીસ ઍલર્ટ મોડમાં આવી ગઈ છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પેટ્રોલિંગ પણ શરુ કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ આવ્યા બાદ આસારામ મોટેરા સ્થિત આશ્રમમાં રહેવાના છે, જ્યાં સારવાર માટે નિષ્ણાત તબીબોની સલાહ લેશે.
Reporter: admin