પાલિકા હદ વિસ્તારમાં શહેરની ટ્રાફીકની સમસ્યા, સ્થાનિક પરિસ્થિતિ, પાર્કીંગના પ્રશ્નો વિગેરે ધ્યાને લઈને જી.પી.એમ.સી. ની જોગવાઈઓ હેઠળ પાર્કીંગ પોલીસી ડ્રાકટ કરવામાં આવેલ. જેની સ્થાયી સમિતિ મારફતે સમગ્ર સભાથી મંજુરી આપવામાં આવેલ છે.
મંજુર થયેલ પાર્કીંગ પોલીસી મુજબ વી.એમ.સી. ટ્રાફીક સેલની રચના કરી પાર્કીંગ બાયલોઝ બનાવવાની કામગીરી ડ્રાફ્ટ કરવામાં આવેલ જેની સ્થાયી સમિતિ મારફતે સમગ્ર સભાથી મંજુરી આપવામાં આવેલ છે. મંજુર થયેલ પાર્કીંગ પોલીસીને સરકારની મંજુરી અર્થે તા.૦૧.૦૨.૨૨ના રોજ અત્રેથી મોકલી આપવામાં આવેલ છે.
તથા મંજુર થયેલ પાર્કીંગ બાયલોઝ તા.૧૩.૦૪.૨૩ તેમજ પાર્કીંગ પોલીસી તથા બાયલોઝ તા.૧૨.૦૯.૨૪ના રોજ ફરીથી મંજૂરી અર્થે મોકલી આપવામાં આવેલ છે જેની મંજુરી મળ્યેથી તે મુજબ અમલવારી કરવામાં આવશે. પાર્કીંગ પ્લોટ્સ માટે શક્ય ઉપલબ્ધ મહાનગરપાલિકાની ખુલ્લી જગ્યાઓનો સર્વે કરી ફૂલ ૧૯ ખુલ્લા પ્લોટો પાર્કીંગ માટે આરક્ષિત કરવાનું આયોજન કરવામાં આવેલ છે.
Reporter: admin