વડોદરાના જાંબુઆ બ્રિજ પર ફરી એકવાર મગર દેખાયો. મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.સ્થાનિક નાગરિકોએ મગરનો વીડિયો તેમના ફોનમાં ઉતાર્યો જે હાલ વાયરલ થઇ રહ્યો છે.
બ્રિજ પર ઢાઢર નદીના પાણી આવી જતાં મગરો બહાર નીકળ્યા છે. જેથી પોલીસે વાહનોની અવર જવર માટે બ્રિજ બંધ કર્યો છે. આ સિવાય વિશ્વામિત્રીમાં પુર આવતા શહેરમાં પણ મગરના આંટાફેરા શરૂ થયા છે. પુરના કારણે મગર માનવ વસાહતમાં પહોચી ગયા. જે અંતર્ગત બીલ ગામ પાસે નદીના પાણીમાંથી મગર બહાર આવી હરિ રેસીડેન્સીના ગેટ પર લટાર મારતો જોવા મળ્યો હતો. જેના કારણે સોસાયટીના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. જેના બાદમાં મગરને પકડવા રેસ્ક્યુ ટીમને બોલાવીને મગરને સલામત સ્થળે ખસેડવામાં આવ્યો.જયારે જયારે વિશ્વામિત્રી નદીમાં પૂર આવે ત્યારે ત્યારે લોકોમાં મગરોને લઈને ફફડાટ ફેલાતો હોય છે.
અને આ વર્ષે પણ આજવા સરોવરમાંથી પાણી છોડવાના કરીને વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું છે. જેના કારણે હવે મગરો પણ નદીથી બહાર આવી માનવ વસાહતોમાં આંટાફેરા કરતા જોવા મળી રહ્યા છે. એટલું જ નહિ મગરો દ્વારા પશુઓના શિકારના પણ દ્રશ્યો સામે આવ્યા છે. જેના કારણે લોકોમાં મગરનો ધાક વધી ગયો છે. મહત્વનું છે કે, હાલમાં જ થોડા દિવસ અગાઉ એક મગરે શ્વાનનો શિકાર કરતા વિડીયો વાયરલ થયો હતો. અને ત્યારબાદ કારેલીબાગ વિસ્તારના જલારામ નગર વસાહત પાસે એક મગરે એક ભૂંડનો શિકાર કર્યો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જેના કારણે લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
Reporter: admin