News Portal...

Breaking News :

એક જ ચિતા પર વૃદ્ધ દંપતીના અંતિમ સંસ્કાર

2024-09-13 12:48:42
એક જ ચિતા પર વૃદ્ધ દંપતીના અંતિમ સંસ્કાર


ભોપાલ : મધ્યપ્રદેશના છતરપુરમાં એક આશ્રયજનક અને હૃદયદ્રાવક ઘટના બની છે.  


ભાડેસર ગામના 85 વર્ષના તતુરા રાજપૂતનું સોમવારે બપોરે કુદરતી મૃત્યુ થયું હતું.પથારીમાં સૂતેલા પતિને અવાચક જોઈને વિકલાંગ પત્ની 80 વર્ષની જમનીબાઈએ તેને ધંધોળ્યા. થોડા સમય પછી તેને ખબર પડી કે તેના પતિનું અવસાન થયું છે.જમનીબાઈ આ ફટકો સહન ન કરી શક્યા અને જમીન પર પટકાતાં તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. 


આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ અને લોકો એકઠા થઈ ગયા.પરિવારના સભ્ય જોધન સિંહ રાજપૂતેએ જણાવ્યું કે જમનીબાઈ તેમના પતિ સાથે સતી કરવા માગતી હતી. તે તેના બાળકોને પણ કહેતી હતી કે જો હું નહીં મરીશ તો તમે લોકો મારા પર સતી કરશો. તેમની ઈચ્છાને માન આપીને લોકોએ એક જ ચિતા પર વૃદ્ધ દંપતીના અંતિમ સંસ્કાર કર્યા હતા.

Reporter: admin

Related Post