News Portal...

Breaking News :

GUVNમાં જુનિયર એન્જીનીયર ભરતીને લઈને વિવાદ સામે આવ્યો

2024-07-27 12:40:03
GUVNમાં જુનિયર એન્જીનીયર ભરતીને લઈને વિવાદ સામે આવ્યો


જી.યુ.વી.એન એલ દ્વારા વીજ વિતરણ કંપની તેમજ જેટકો માટે જુનિયર એન્જિનિયર ની 394 જગ્યા ભરવા માટે કરવામાં આવેલી કાર્યવાહીમાં વિવાદ સર્જાયો હોવાની માહિતી સામે આવી છે. 


વીજ કંપની દ્વારા 5000 ઉમેદવારોની સામે ઓછા ઉમેદવારો બોલાવીને અન્યાય કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ લગાવ્યો છે ઉમેદવારો દ્વારા એક ની સામે 10 ઉમેદવારોને બીજી પરીક્ષા માટે બોલાવવાની માગણી ન સંતોષાય તો તેઓએ આંદોલન કરવાની પણ ચીમકી આપી છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જીયુવીએનએલના એચ આર વિભાગના ઉચ્ચ અધિકારી સમક્ષ ટેલીફોનિક વાત કરી હતી જેમાં તેમણે યોગ્ય પ્રતિસાદ ન મળતા તેઓએ આક્ષેપ લગાવ્યો હતો કે 5000 ઉમેદવારોની આ ભરતી માટે યોગ્યતાના માપદંડ હોવા છતાંય 2100 જેટલા વિદ્યાર્થીઓને ઇનરરવ્યુ બોલાવીને કંપનીએ અન્યાય કર્યો છે. 


બીજી તરફ જીયુવી એનએ પોતાના ઇન્ટરવ્યૂ માટેના જનરલ સ્ટેન્ડિંગ ઓર્ડર ના નિયમને મુખ્ય પરીક્ષામાં લાગુ કરતા ફક્ત 2943 ઉમેદવારોને મેન્સ માટે ક્વોલિફાઇ કર્યા હતા જેની સામે 2634 ઉમેદવારો નોકરીથી વંચિત રહ્યા હતા આ બાબતે ઉમેદવારોએ જ્યારે અધિકારીઓને રજૂઆત કરીએ ત્યારે અધિકારીઓએ નિયમ સાચો હોવાની વાત કરીને તેમની રજૂઆત સાંભળી ન હતી. ઉમેદવારોની ભરતીને લઈને GUVNL દ્વારા રજૂ કરાયેલા નિયમો સામે યુવરાજસિંહે વિધાનસભાના ઘેરાઓની ચીમકી પણ ઉચ્ચારી છે

Reporter: admin

Related Post