તરસાલી વિસ્તારમાં આવેલ કુબેરેશ્વર નગરમાં એક મકાનમાં ભૂવો પડતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી હતી.
શહેરમાં ગઇ કાલે મેધરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા લોકોના ધરોમાં પાણી ધૂસી ગયા. શહેરના જાહેર માર્ગ પર અને સોસાયટીમાં અત્ર તત્ર સર્વત્ર માત્રને માત્ર પાણી જ પાણી દેખાઇ રહ્યું છે. બીજી તરફ વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી રહી છે.તેવા સમયે તરસાલી વિસ્તારમાં આવેલ કુબેરેશ્વર નગરના એક મકાનમા ભૂવો પડવાની ધટના બની હતી.ફાયર વિભાગને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી હતી.
સામાન્ય રીતે વરસાદી વાતાવરણ વચ્ચે રોડ રસ્તાઓમાં ભુવા પડતા હોય છે ત્યારે પહેલી વખત કોઈના ઘરમાં ભુવો પડ્યો હોવાની વાત સામે આવતા નાગરિકોમાં અચરજ પણ ફેલાયું છે. કુબેરેશ્વરમાં ઘરમાં પડેલા ભુવામાં કોઈ જાનહાનીના સમાચાર સામે નથી આવ્યા પરંતુ ઘરવખરીનો સામાન ભુવામાં ગરકાવ થઈ ગયાની માહિતી સામે આવી છે.હાલ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા વધારાની બચેલી ધર વખરીનો સામાન રેસ્કયુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી
Reporter: admin