ગત બુધવારના રોજ શહેરમાં વરસેલા અવિરત વરસાદને પગલે શહેરમાં જળબંબાકાર સ્થિતિનું નિર્માણ થયું હતું વરસાદી પાણી ચો તરફ ફરી મળતા શહેરની અંદર પૂર આવ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી ત્યારે વહીવટી તંત્ર પણ સાબુ બનીને બચાવ અને રાહત કામગીરીમાં લાગી ગયું હતું શહેરના પાલિકાના સત્તાધીશો ઉપરાંત વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી દીધી હતી.
આ તમામ બાબતો વચ્ચે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની ગેરહાજરી વર્તાઈ હતી અલબત્ત સાંસદમાં કેન્દ્રીય બજેટની કામગીરી ચાલતી હોવાથી ડોક્ટર હેમાંગ જોશી ત્યાં હાજર હતા પરંતુ શહેરમાં જે પ્રકારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેની માહિતી મળ્યા બાદ આજે સાંસદ હવાઈ માર્ગે વડોદરા આવી પહોંચ્યા હતા અને શહેરના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાનું આયોજન કર્યું હતું સૌપ્રથમ તેઓ વિશ્વામિત્રી નદીની સપાટી જોવા માટે પહોંચી ગયા હતા વડોદરાની પૂરની પ્રસિદ્ધિ અંગે તેઓએ રાજ્યના મુખ્યમંત્રીને પણ ગઈકાલે રાત્રે મળ્યા હતા અને શહેરની પરિસ્થિતિ વિશે નો ચિતાર તેમને સીએમને આપ્યો હતો સીએમએ પણ સાંસદ અને આશ્વાસન આપ્યું હતું કે શહેરના જે પણ પ્રભાવિત વિસ્તારો હશે તે વિસ્તારોમાં સરકાર અચૂક સહાય કરશે હાલ વડોદરામાં હજી રેડ એલર્ટની પરિસ્થિતિ છે ત્યારે આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી પણ હવામાન વિભાગે જાહેર કરી છે ત્યારે સાંસદે વિશ્વામિત્રી નદી તેમજ આજવા ડેમ અને પ્રતાપપુરા સરોવરના પાણીને મેન્ટેન કરવાની કામગીરી ઉપર વજન આપ્યું છે.
વોટર કેરિંગ કેપિસિટીથી વધુ વરસાદ પડ્યો હોવાથી શહેરના વિસ્તારોમાં પાણી ભરાયા હતા : સાંસદ ડો.હેમાંગ જોષી..શહેરમાં કાપેલા વરસાદને પગલે પુર જેવી સ્થિતિનું નિર્માણ થયા બાદ શહેરના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી વડોદરા દોડી આવ્યા હતા તેઓએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે બજેટ સત્ર હાલમાં ચાલતું હોવાને કારણે તેઓ હું દિલ્હી ખાતે હતો પરંતુ શહેરની અંદર જે પ્રમાણે વરસાદ ખાક્યો હતો તેને લઈને મને માહિતી મળતા જ હું વડોદરા પરત આવ્યો છું એક જ દિવસમાં 11 કલાકમાં 13 ઇંચ જેટલો વરસાદ શહેરમાં ખાબકતા શહેરમાં પાણી ભરાયું છે વડોદરાની જે વોટર કેરિંગ કેપેસિટી છે તેના કરતાં વધુ માત્રામાં વરસાદ વરસ્યો છે તેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે આ દરમિયાન પાલિકાના અધિકારીઓ પદાધિકારીઓથી લઈને તમામ લોકોએ ટીમવર્કથી કર્યું છે. શહેરમાં વરસેલા વરસાદની સ્થિતિ અંગે ગત રાત્રે મેં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે પણ ચર્ચા કરી હતી અને તેઓએ આ બાબતે આશ્વાસન આપ્યું હતું કે શહેરના જે પણ પ્રભાવિત વિસ્તારો છે તેમાં સરકાર જરૂરથી સહાય કરશે અહીં આવ્યા બાદ મેં વિશ્વામિત્રીનું જળસ્તર નું લેવલ જાણ્યું હતું અને હવે આજવા સરોવર વિશ્વામિત્રી નદી અને પ્રતાપપુરા સરોવરના પાણીના સ્તરનું લેવલ પાલિકા દ્વારા સતત ચેક કરવામાં આવે તે પ્રકારનું આયોજન કરવામાં આવશે સાથે સાથે હવે વરસાદી પાણી ઓસી રહ્યા છે ત્યારે રોગચાળો ન ફાટી નીકળે તે માટે પણ કાળજી લેવાનું નક્કી કર્યું છે
Reporter: admin