મંગળવારે દોહામાં કતાર અને ભારત વચ્ચે ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયર મેચ દરમિયાન રેફરીના નિર્ણયને કારણે વિવાદ થયો છે. કતારના યુસેફ આયમેને ગોલ કર્યો જેનો ભારતીય ટીમ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો કારણ કે ગોલ કરવામાં આવે તે પહેલા બોલ બેઝલાઈન પર ગેમની બહાર ચાલ્યો ગયો હતો
કતારના ફૂટબોલરોએ ગોલની ઉજવણી કરી રહ્યા હતા,ત્યારે ભારતીય ખેલાડીઓએ રેફરીના નિર્ણયનો ઉગ્ર વિરોધ કર્યો, પરંતુ તેમની અપીલ માન્ય રાખવામાં ના આવી રહી. આ વિવાદાસ્પદ ગોલને કારણે ભારત 1-2 થી મેચ હારી ગયું, અને વર્લ્ડ કપ 2026ના ક્વોલિફાયરમાંથી બહાર નીકળી ગયુંઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન એ મેચ કમિશનરને સત્તાવાર રીતે ફરિયાદ સબમિટ કરી છે, જેમાં કતરે દોહામાં ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયર દરમિયાન કરેલા વિવાદાસ્પદ ગોલની વિગતવાર તપાસ કરવાની વિનંતી કરી છે.
AIFFના અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે મેચ કમિશનરને ફરિયાદ કરી છે અને સમગ્ર બાબતની સંપૂર્ણ તપાસની માંગ કરી રહ્યા છીએ.” ઈરાનના મેચ કમિશનર, અહેમદ મોમેની પર મેચ દરમિયાન FIFA ના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટેની જવાબદારી હતી.સૂત્રોના જણાવ્યા અનુસાર, ફેડરેશન ગોલની “વિસ્તૃત સમીક્ષા” માટે અપીલ કરી છે, આ ગોલને દક્ષિણ કોરિયાના રેફરી, કિમ વૂ-સુંગ દ્વારા માન્ય કરવામાં રાખવામાં હતો.
Reporter: News Plus