ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીના આમંત્રણ પર પીએમ મોદી 13 જૂને ઈટાલી જવા રવાના થશે અને 14 જૂનની મોડી સાંજ સુધીમાં પરત ફરશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 50મી G7 સમિટમાં ભાગ લેવા આવતીકાલે ઈટાલી જવા રવાના થશે. પીએમ મોદીની મુલાકાત પહેલા ખાલિસ્તાન સમર્થકોએ કારસ્તાન કર્યું હતું. ખાલિસ્તાન સમર્થકોએ ઈટાલીમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું હતું. ખાલિસ્તાન સમર્થકોએ હરદીપ સિંહ નિજ્જરનો પણ ઉલ્લેખ કર્યો છે.13 થી 15 જૂન દરમિયાન ઇટાલીમાં G7 સમિટ યોજાશે. આ પહેલા ઈટાલીમાં ખાલિસ્તાની સમર્થકોએ આ ઘૃણાસ્પદ કૃત્ય કર્યું હતું. આ ઘટનાની તસવીરો સામે આવી છે, જેમાં જોવા મળી રહ્યું છે કે મહાત્મા ગાંધીની પ્રતિમા તોડ્યા બાદ ખાલિસ્તાની સમર્થકોએ ત્યાં વિરોધમાં સૂત્રોચ્ચાર પણ લખ્યા છે.આ ઘટના પર વિદેશ મંત્રાલયની પ્રતિક્રિયા પણ સામે આવી છે. વિદેશ સચિવે કહ્યું કે ભારતે ઈટાલીમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાનનો મુદ્દો ઉઠાવ્યો છે, પ્રતિમાનું સમારકામ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાન અંગે તેમણે ઈટાલીના અધિકારીઓ સાથે વાત કરી છે અને આ મામલે જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે.
વડાપ્રધાન મોદી 13 થી 15 જૂન દરમિયાન યોજાનારી G7 સમિટમાં ભાગ લેવા માટે આવતીકાલે ઇટાલી જશે. આ વર્ષે G7 સમિટ ઇટાલીના અપુલિયા વિસ્તારમાં બોર્ગો એગ્નાઝિયાના લક્ઝરી રિસોર્ટમાં યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત G7 સમિટમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પણ સામેલ થશે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદી 13 જૂને ઈટાલી જવા રવાના થશે અને 14 જૂનની મોડી સાંજ સુઘી પાછા ફરશે.વડાપ્રધાનની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે, જેમાં વિદેશ પ્રધાન એસ જયશંકર, વિદેશ સચિવ વિનય ક્વાત્રા અને NSA અજીત ડોભાલનો સમાવેશ થઈ શકે છે. PM મોદી G-7 શિખર સંમેલન દરમિયાન ઘણી દ્વિપક્ષીય બેઠકો કરશે, જેમાં ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની સાથેની મુલાકાતનો પણ સમાવેશ થાય છે.
Reporter: News Plus