વડોદરા શહેર જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ કચેરીના પ્રયાસથી આકસ્મિક મૃત્યુ પામનાર ત્રણ જવાનોના પરિવારજનોને આર્થિક સહાયના ભાગરૂપે આજે ગુજરાત રાજ્ય હોમગાર્ડ વેલ્ફેર ફંડ માંથી મરણોત્તર સહાય અને અંતિમક્રિયા ના ખર્ચ રૂપે પ્રત્યેકના વારસદાર ને રૂપિયા 1,55,000 રૂપિયાના ચેક ને અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો
વડોદરા શહેર જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ગૌરાંગ જોશી ની ખાસ ઉપસ્થિતિમાં સબ ઇન્સ્પેક્ટર એચ બી કડછા અને ઓફિસર કમાન્ડિંગ ઝોન બી રાકેશ ચૌહાણ ના હાજરીમાં આ ચેક પરિવારજનોને સુપરત કરવામાં આવ્યા હતા કુલ ત્રણ હોમગાર્ડ જવાના પરિજનોને આજે ચેક આપવામાં આવ્યા હતા જેમાંથી તુરી સાગર જગદીશભાઈ નું બચાવ કામગીરીમાં ડૂબી જવાથી મોત થયું હતું તો વસાવા વિજય કુમાર અને મહેશ બારીયા નુ આકસ્મિક અવસાન થયું હતું જેમના પરિજનોને આજે સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો..
Reporter: News Plus