NDA-330-380
INDI- 170-110
Oth- 43- 53
લોકસભા ચૂંટણી 2024માં કુલ 28 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશોની 543 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેમાં ગુજરાતના સુરતની બેઠક બિનહરિફ જાહેર થતાં અહીં ભાજપ જીતી ગયો હતો. એટલે કે હવે 542 બેઠકો પર ટૂંક સમયમાં એક્ઝિટ પોલના પરિણામ જાહેર થશે.
સાતમા તબક્કાના મતદાન વચ્ચે આજે દિલ્હીમાં I.N.D.I.A. બ્લોકની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિપક્ષોએ ભાગ લીધો હતો. આ બેઠક બાદ કોંગ્રેસે એક્ઝિટ પોલમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસના નેતા પવન ખેડાએ ટ્વિટ કર્યું કે, પૂર્વ નિર્ધારિત એક્ઝિટ પોલ પર ભાજપ અને તેની સિસ્ટમનો પર્દાફાશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક્ઝિટ પોલમાં ભાગ લેવાના પક્ષ અને વિપક્ષના કારણો પર ચર્ચા કર્યા બાદ સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો છે કે I.N.D.I.A. ગઠબંધનના તમામ સાથી પક્ષો આજે સાંજે ટેલિવિઝન પર એક્ઝિટ પોલની ચર્ચામાં ભાગ લેશે.'
2019ની લોકસભા ચૂંટણીમાં શરૂઆતથી જ ભાજપની તરફેણમાં માહોલ જોવા મળ્યું અને વિપક્ષ વેરવિખેર લાગી રહ્યું હતું. 2019માં મોટાભાગના એક્ઝિટ પોલમાં કહેવામાં આવ્યું હતું કે ભાજપ અને NDA 300 થી વધુ બેઠક મેળવીને જંગી બહુમતી સાથે જીતશે. જ્યારે કોંગ્રેસના નેતૃત્વમાં UPA ગઠબંધનને લગભગ 100 બેઠક મળવાની ધારણા હતી. લોકસભા ચૂંટણી 2019ના પરિણામ આવ્યા પછી, એક-બે સિવાયના મોટાભાગના એક્ઝિટ પોલની આગાહી સાચી સાબિત થઈ હતી.
લોકસભા ચૂંટણી 2019માં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભાજપ સતત બીજી વખત પ્રચંડ બહુમતી સાથે સત્તામાં આવ્યું હતું. ભાજપને 303 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસને 52, DMK અને TMC 24-24, YSRCP 22, શિવસેનાને 18, JDU 16, BJD 12, BSP 10, TRS (હવે BRS) 10, LJP 6, SP અને NCP 5-5 તથા અન્યને 39 બેઠકો મળી હતી.
Reporter: News Plus