કોંગ્રેસે ગુજરાત લોકસભા અને વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવારો જાહેર કર્યા.
વિધાનસભા પેટા ચૂંટણી માટે વિજાપુર થી દિનેશભાઈ પટેલ, પોરબંદર થી રાજુભાઈ ઓડેદરા, માણાવદર થી હરિભાઈ કંસાગરા અને વાઘોડિયા થી કનુભાઈ ગોહિલ ની પસંદગી કરી છે. જ્યારે ગુજરાતની બાકી ચાર લોકસભા બેઠક ની વાત કરીએ તો મહેસાણા ખાતેથી રામજી ઠાકોર, અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલ, રાજકોટ થી પરેશભાઈ ધાનાણી અને નવસારી થી નૈસધ દેસાઈની પસંદગી થઈ છે. આ પૈકી હિમાચલ પ્રદેશ , ઓડિસ્સા અને ચંદીગઢ ના લોકસભાના 16 ઉમેદવારો જાહેર કરાયા છે.
વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીના ધર્મેન્દ્રસિંહ વાઘેલાની સામે એક પ્રતિસ્પર્ધી જેઓ 40 વર્ષથી કોંગ્રેસમાં કાર્યરત છે એવા કનુભાઈ પુંજાભાઈ ગોહિલને કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર કર્યા
કાયૅકાર:-
*2001 થી 2009 જિલ્લા કોંગ્રેસ મહામંત્રી*
2009 નો થી 2018 સુધી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ
*પ્રભારી આનંદ જિલ્લા કોંગ્રેસ
*ડેલિકેટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ
2022 થી 2024 કાર્યકારી પ્રમુખ
...
Reporter: